કેમ્પ:ડીસા શહેરમાં આજે પ્રદેશ ભાજપ બક્ષી મોરચાના મંત્રીએ ઈ-શ્રમ કાર્ડના કેમ્પનું આયોજન કર્યુ

20 દિવસ પહેલા
  • જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ઈ શ્રમ કાર્ડ મેળવવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પહોંચ્યા
  • સરકારની યોજનાથી કોઈ વંચિત ન રહી જાય અને દરેકને સરળતાથી ઇ શ્રમ કાર્ડ મળી રહે એ હેતુથી કેમ્પનું આયોજન કરાયું

ડીસા શહેરમાં આજે પ્રદેશ ભાજપ બક્ષી મોરચાના મંત્રી પી.એન.માળી દ્વારા ઈ-શ્રમ કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ઈ શ્રમ કાર્ડ મેળવવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પહોંચ્યા હતા.

દેશમાં ખેતી કે અન્ય રોજગાર સાથે જોડાયેલા શ્રમિકોની સંખ્યા સૌથી વધારે છે. દેશમાં સંગઠિત કે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકો માટે સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સરકારી યોજનાઓ હોવા છતાં પણ ઘણા શ્રમિકો માહિતીના અભાવને કારણે યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. જેને ધ્યાને લઈને શ્રમિકો માટે યુવિન કાર્ડ , ઈ નિર્માણ કાર્ડ, વગેરે બહાર પાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત તમામ શ્રમિકોને લાભ આપવા માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ શ્રમ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા તમામ શ્રમિકોની માહિતી એકઠી કરવામાં આવશે. આ આર્ટિકલ દ્વારા ઈ શ્રમ કાર્ડ દ્વારા તમામ માહિતી આપવામાં આવી રહી છે. ઘરની કામવાળી બહેનો, નોકર, પોતાની દુકાન તેમજ આજુબાજુની દુકાનોમાં કામ કરતા શ્રમયોગીઓ, સેલ્સ ગર્લ, સેલ્સ બોય, રીક્ષાચાલક, લારીવાળાઓને આ કાર્ડના આધારે 2 લાખનો મફતમાં વીમો આપવામાં આવે છે. આ બાબતે પી એન માળી એ જણાવ્યું હતું કે, સરકારની યોજનાથી કોઈ વંચિત ન રહી જાય અને દરેકને સરળતાથી ઇ શ્રમ કાર્ડ મળી રહે એ હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડીસા ખાતે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...