તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:પાલનપુરમાં ડોક્ટરના પિતાનું નિધન છતાં બીજો ડોઝનો મેસેજ આવ્યો

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 દિવસમાં અનેક યુવાનોને 84 દિવસે જ બીજા ડોઝ મળી ગયાનો મોબાઈલ પર મેસેજ આવી ગયો હતો

પાલનપુરમાં ફિજીયોથેરાપોસ્ટ તબીબના પિતાનું 4 મહિના પૂર્વે નિધન થવા છતાં આરોગ્ય વિભાગે વેકસીનનો 2જો ડોઝ આપી દેવાયાનો મેસેજ દ્વારા જાણ કરતા પરિવાજનો ચોંકી ઉઠ્યા હતા. જિલ્લામાં આ અગાઉ પણ આવી રીતે ભૂલો આચરાઇ જતા જિલ્લા વિકાસ અધિકારીએ ભવિષ્યમાં આવી ભૂલો ન થાય એ માટે આરોગ્ય વિભાગને ફિટકાર લગાવવા છતાં ભૂલો ઓછી થતી નથી. શહેરમાં 3 દિવસમાં અનેક યુવાનોને 84 દિવસે જ બીજા ડોઝ મળી ગયાનો મોબાઈલ પર મેસેજ આવી ગયો હતો.

પાલનપુરના ગોપાલ ટ્રેડ સેન્ટરમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સેવાઓ આપતા પાર્થ જોષીના પિતા મુકેશભાઈ ગોવિંદલાલ જોશીનું 18 એપ્રિલના રોજ અવસાન થયું હતું. તેમના અવસાનના 4 મહિના બાદ તેમના પરિવારના સભ્યના મોબાઈલ પર વેક્સિનનો બીજો ડોઝ સક્સેસફુલ રીતે આપવામાં આવ્યો હોવાનું ફાઇનલ સર્ટીફીકેટ આપી દેવાયું હતું. જેનાથી પરિવારજનો રોષે ભરાયા હતા અને આરોગ્ય વિભાગ સામે ફિટકાર લગાવી હતી.

ડો. પાર્થએ જણાવ્યું હતું કે "આજે મારા પિતાશ્રીને ગુજરી ગયાને 4 મહિના કરતા પણ વધુ થયા છે.ખોટા આંકડા જાહેર કરતા ભ્રષ્ટ અને અબોધ સરકારી તંત્રને ફોન ઉપર 4-5 વાર ગુજરી ગયાનુ જણાવ્યા છતા તેમને સ્વર્ગમાં જઇને વેક્સિનનો બીજો ડોઝ આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...