તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસંમજસ:કાણોદર ગામે વેક્સિન લીધી ન હોવા છતાં બીજા ડોઝ માટે મેસેજ આવ્યો

પાલનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યુવકે મોબાઇલ નંબર કોઇ સ્થળે લખાવ્યો નથી

પાલનપુરના કાણોદર ગામના યુવાનના મોબાઈલમાં કોરોનાની રસી લેવાનો મેસેજ આવતા અસંમજસમાં પડી ગયો હતો. જેણે પ્રથમ ડોઝની રસી લીધી પણ નથી અને બીજા ડોઝ માટે મેસેજ આવ્યો હતો. યુવકે પોતાનો મોબાઇલ નંબર પણ કોઇ સ્થળે લખાવ્યો નથી.આમ તંત્રના છબરડાથી રસીના આંકડાઓને લઇ પ્રજાજનોમાં તર્ક- વિર્તકો ઉઠવા પામ્યા છે.

કાણોદર ઇન્દિરા નગરના જીગરભાઈ પરમાર (ઉ.વ. 23)ના મોબાઈલ પર 3 એપ્રિલે 8:24 વાગે મેસેજ આવ્યો હતો.જેમાં લખેલું હતું કે તમને સફળતાપૂર્વક તમારી બીજા ડોઝ સાથે કોવીશિલ્ડ સાથે રસી આપવામાં આવી છે. અને ત્યારબાદ થોડીવારમાં ફરી ટેક્સ્ટ મેસેજ આવ્યો કે પ્રિય જીગરકુમાર અભિનંદન તમે કોવિડ-19ના રસીના તમામ ડોઝનું શેડ્યુલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.અને તમે વેક્સિનનો ડોઝ લઈ લીધો છે. જોકે, વાસ્તવમાં જીગરભાઇએ હજુ સુધી રસીનો કોઇ ડોઝ લીધો જ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો