તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:મેડિકલ નર્સિંગ યુનિયને પગાર સહિત મુદ્દે સરકાર સામે આંદોલનનું રણશિંગુ ફૂંકયું

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પગારવધારા,વીમા કવચ સહિતની માગણીઓ માટે કલેકટરને આવેદન આપ્યુ

જિલ્લાના પ્રાથમિક, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતાં આઉટસોર્સિંગ એન.એચ.એમ કોન્ટ્રાક્ટ અંતર્ગત કામ કરતા નર્સિંગ સ્ટાફે પગાર વધારો, વીમા કવચ સહિતની માંગણીઓને લઇ સરકાર સામે બાંયો ચઢાવી છે. જેમણે આ માંગણીઓ પુરી કરવા માટે મંગળવારે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ.

ઓલ ગુજરાત યુનિયનના બનાસકાંઠાના ઉપપ્રમુખ જાહીદ હુસેને જણાવ્યુ કે, આઉટસોર્સિંગ એન.એચ.એમ કોન્ટ્રાક્ટ અંતર્ગત કામ કરતા નર્સિંગ સ્ટાફે ઇન્ફેક્શન એલાઉન્સ કેન્દ્ર સરકારના ધોરણે આપવામાં ભરતી કરવી, વિદ્યાર્થીઓના સ્ટાઈપન્ડમાં 100% નો વધારો કરવો, તમામ કેડરમાં એક સમાન 4200 ગ્રેડપે તાત્કાલિક અમલ કરે, હોસ્પિટલમાં મૃત્યુ પામતા નસિંગ કર્મચારીઓના આશ્રિતોને 25 લાખની સહાય તેમજ વીમા કવચ આપવા મંગળવારે જિલ્લા આપ્યુ હતુ.

મેડિકલ ઓફિસરોએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી,આજે પેન ડાઉન કાર્યક્રમ
જિલ્લામાં બોન્ડેડ કરાર આધારિત વર્ગ 2 તબીબી અધિકારીઓને પગાર, સ્ટાઇપેન્ડ વધારવાની સરકારે ખાત્રી આપી હતી. જોકે, કોઇ નિર્ણય લેવાયો નથી. ઉપરથી કોવિડની સારવાર માટે નવી નિમણુંકમાં પગાર 1.25 લાખ કરાયો છે. જ્યારે અગાઉથી ફરજ બજાવતાં તબીબોનો પગાર રૂપિયા 60,000 જ છે. આ અસમતુલા પુરી કરવા માટે તબીબોએ મંગળવારે કાળી પટ્ટી ધારણ કરી હતી. બુધવારે પેનડાઉન કાર્યક્રમ આપશે. અને જો ઉકેલ નહી આવે તો હડતાલ ઉપર ઉતરવાની ચિમકી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...