તપાસ હાથ ધરાઈ:પાલનપુરમાં શો રૂમના સંચાલક સામે મેનેજરે ફરિયાદ નોંધાવી

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરમાં શો રૂમના સંચાલક સામે મેનેજરે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં શિવમ સેલ્સ કાર્પોરેશન શો રૂમના સંચાલક મહેશભાઇ પટેલે શોરૂમના વીમા મેનેજર સામે રૂપિયા 56.68 લાખની ઉચાપતની ફરિયાદ નોધાવી હતી. જેની સામે મેનેજર નિકુંજકુમાર અશોકકુમાર ચૌહાણે ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યું છે કે, મહેશભાઇએ ખોટી રીતે કંપનીનું ઓડીટ કરાવી સાઇઠ લાખનો હિસાબ મળતો નથી. તેમ કહી સાઇઠ લાખ ભરવાનું કહ્યુ હતુ. બળજબરીથી મકાનનો દસ્તાવેજ કરાવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...