તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ટ્રેનોમાં મુસાફરોના સામાનની ચોરી કરતી ગેંગનો મુખ્ય સાગરિત ઝબ્બે

ભીલડી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ બે આરોપીઓને રેલ્વે પોલીસે ઝડપ્યા હતા

મુંબઈના જૈન પરિવારનો સામાન પાટણ રેલ્વે સ્ટેશન બાદ રાત્રે ચોરાઇ ગયો હતો. જેનો ગુનો રાધનપુર રેલવેમાં નોંધાયો હતો. જેમના બે આરોપીઓ અગાઉ ઝડપાયા હતા. જ્યારે મુખ્ય સાગરિતને ભીલડી રેલ્વે પોલીસે ધાનેરાથી ઝડપી લીધો હતો.

થોડા સમય અગાઉ રામનિવાસ ધર્મારામ મેઘવાલ (ઉં.વ.20,રહે.કાકેલાવ,તા.લુણી, જી.જોધપુર-રાજસ્થાન) ને રાજસ્થાનના રાણીવાડાથી ઝડપી લીધો હતો.અગાઉ અન્ય આરોપી સુનિલ ગંગારામ મેઘવાલ (રહે.ભેંટડા, તા.લુણી, જી.જોઘપુર) ને પાલનપુરથી ભીલડી રેલ્વે પોલીસે ઝડપી લીધો હતો. દરમિયાન મુખ્ય આરોપી અમિત ઉર્ફે હંસરાજ ચૌધરી (રહે.સર,તા.લુણી,જી.જોધપુર) પોતાના કામ અર્થે ધાનેરા આવેલ છે. જેથી બાતમીના આધારે વોચ રાખીને ભીલડી પોલીસે દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...