સન્માન:પાલનપુરના ગોળામાં હનુમાન મંદિરના મહંતે બાળાઓનું પૂજન કરી સન્માન કર્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દસ ગામની 400 બાળકીઓને શ્રદ્ધાળુઓના સૌજન્યથી ચાંદીના સિકકા પણ ભેટ આપ્યા

પાલનપુર તાલુકાના ગોળા ગામે બજરંગગઢમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. જ્યાં શરદપૂર્ણિમાના દિવસે મંદિરના મહંતશ્રી દ્વારા આજુબાજુના દસ ગામની નાની દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતુ. તેમજ શ્રદ્ધાળુઓના સૌજન્યથી તેમને ચાંદીના સિક્કા ભેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે દીકરીઓ તેમજ ઉપસ્થિત શ્રધ્ધાળુઓએ ભોજન પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી.

સમાજમાં દિકરાઓ સામે દીકરીઓનો જન્મ દર વધે તે માટે સરકાર સહિત સામાજીક સંસ્થાઓ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવોનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે પાલનપુર તાલુકાના ગોળા ગામે આવેલા બજરંગગઢ શ્રી હનુમાનજી મંદિરમાં શરદ પૂર્ણિમાના દિવસે દીકરીઓનું વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું હતુ. મંદિરના મહંતશ્રી મુનીજી મહારાજે આજુબાજુના દસ જેટલા ગામની નાની દીકરીઓને મંદિરમાં આમંત્રણ આપ્યું હતુ. અને તેમનું વિધી- વિધાન પૂર્વક પૂજન કર્યુ હતુ.

આ ઉપરાંત શ્રદ્ધાળુઓના સૌજન્યથી તમામ દીકરીઓને ચાંદીના સિક્કાની ભેટ આપવામાં આવી હતી. ે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે મંદિરમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

રાત્રે રાસ ગરબાની રમઝટ જામી
​​​​​​​બજરંગગઢ શ્રી હનુમાનજી મંદિરમાં ગોળા ઉપરાંત પાલનપુર સહિત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. જ્યાં પૂનમે શ્રધ્ધાળુઓનું કિડીયારૂ ઉભરાયું હતુ. રાત્રે રાસ ગરબાનું આયોજન કરાયું હતુ. જેમાં ભાવિક ભક્તો મન મુકીને ગરબે રમ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...