તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સૌથી ઓછું રસીકરણ સુઈગામમાં થયું,19,105 લોકોએ રસી લીધી

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 45 +ના 7,47,422 ના ટાર્ગેટ સામે 62,0145 એ પ્રથમ ડોઝ લીધો
  • સૌથી વધુ પાલનપુરના 1,01,602 લોકોએ રસી લીધી

જિલ્લામાં કોરોના ના રક્ષણ સામે જિલ્લામાં અલગ અલગ સેન્ટરો પર આરોગ્યની ટીમ રસી આપી રહી છે.જ્યાં આરોગ્ય વિભાગને 7,47,422 લોકોને રસી અપાવવા ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.જ્યાં જિલ્લામાં 6,20,145 જણાએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો.જ્યાં જિલ્લાના સુઈગામ તાલુકામાં સૌથી ઓછું 19,105 લોકોએ રસી લીધી હતી. દરેક તાલુકા મથકે રસી અપાઈ રહી છે.જ્યાં 45થી વધુ ઉંમરના 6,20,145 જણાએ રસી મેળવી હતી.

જ્યાં અમીરગઢ તાલુકામાં 31,961 ના ટાર્ગેટ સામે 23,091, દાંતામાં 51,251 સામે 39,882,વડગામમાં 64,165 સામે 51,663, પાલનપુરમાં 1,09,124 સામે 1,01,602, દાંતીવાડા 31,145 સામે 23,482, ડીસા 98,364 સામે 91,401, લાખણી 38,029 સામે 29,648, ધાનેરા 68,645 સામે 57,588, વાવ 44,331 સામે 33,454, સુઈગામ 26,271 સામે 19,105, ભાભરમાં 32,134 સામે 23,837, કાંકરેજમાં 64,246 સામે 52136, અને દિયોદર તાલુકામાં 36,652 સામે 31,270 જણા એ કોરોના રક્ષણ સામે રસી મેળવી હતી.જેમાં 113.34 ટકા ના સામે માત્ર 82.97 ટકા જણા એ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો.જ્યાં અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લાના 9,00,035 જણાએ કોરોના સામે રક્ષણ મેળવવા રસીના ડોઝ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...