તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂનો નાશ કરાયો:થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ માસ દરમિયાન પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • થરાદમાં 77 ગુનાઓમાં ઝડપાયેલા દારૂનો નાશ કરાયો
 • કુલ 7291576 ની કિંમતની 32196 નંગ બોટલ પર બુલડોઝર ફરવાયું

ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે. જેથી ગુજરાતમાં દારૂની હેરાફેરી માટેનો આ મુખ્ય માર્ગ હોવાથી અહીં અવારનવાર દારૂનો જથ્થો મોટી માત્રામાં ઝડપાતો હોય છે. બુટલેગરો અવનવા કીમિયા અજમાવી રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે.

છેલ્લા છ માસમાં પ્રોહીબીશનના કુલ 77 ગુનાઓ નોંધાયા

બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ સતર્ક રહી દારૂનો જથ્થો પકડતી હોય છે. ત્યારે થરાદ પોલીસ સ્ટેશનમાં છેલ્લા છ માસમાં પકડાયેલ વિવિધ 77 જેટલા ગુનાઓમાં ઝડપાયેલા દારૂનો આજે નાશ કરાયો હતો. થરાદ તાલુકામાં છેલ્લા છ માસમાં 01-07-2020થી તારીખ 31-12-2020 સુધી પ્રોહીબીશનના કુલ 77 ગુનાઓ નોંધાયા છે. અને આ ગુનાઓ અંતર્ગત કુલ 7291576 ની કિંમતની 32196 નંગ બોટલ ઝડપાઇ હતી. આ તમામ દારૂના જથ્થાનો આજે નાશ કરાયો હતો. થરાદની નામદાર કોર્ટના હુકમ આધારે એસડીએમ વી.સી બોડાણા તથા એએસપી પૂજા યાદવ તથા થરાદ નશાબંધી અધિકારી જે.વી. ચૌધરી સહિત પોલીસનો સ્ટાફ હાજર રહ્યો હતો. અને દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો