તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડીસામાં અકસ્માત સર્જી પત્નિની હત્યા કરનારા સી.એ.પતિના છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં શુક્રવારે કોર્ટે સબજેલમાં મુકવાનો હૂકમ કર્યો હતો. જેને પાલનપુર સબજેલમાં ધકેલી દેવાયો હતો. ડીસાના સી.એ. પત્ની હત્યાના કેસમાં આરોપી લલીતના છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં શુક્રવારે લાખણી કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં કોર્ટ દ્વારા આરોપી લલિત ટાંકને પાલનપુર સબ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરતા પોલીસ દ્વારા લલીતને સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
સહઆરોપીઓને ઝડપી કાર્યવાહી કરવા સંગઠનો દ્વારા કલેક્ટરને રજૂઆત
ડીસાના કાળભૈરવ માળી સમાજ સેવા સંગઠન, ફૂલે બ્રિગેડ સેવા સંગઠન ડીસા, માળી સમાજ સેવા સમિતિ ડીસા દ્વારા શુક્રવારે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. જેમાં આક્ષેપ કર્યા હતા કે મૃત્યુ કરવામાં તેમના સાથીઓ સાથ સહકાર આપનારાઓ અને આરોપીઓને લાગવગ લાગણીઓ અને પૈસાના જોડે આરોપીઓને બચાવ કરવા માટે અનેક પ્રકારે પ્રયત્ન કરે છે. અને આવા ગંભીર પ્રકારના ગુના આચરનાર સામે કાયદાની રૂએ લાલ આંખ કરવી ખુબજ જરૂરી છે. અને આવા ઈસમોની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.