તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પાલનપુરમાં 200,ડીસામાં 100 ભકતો સાથે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળશે

પાલનપુર, અંબાજી, ડીસા, થરાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંબાજી, દાંતા અને થરાદમાં શોભાયાત્રા મોકુફ રખાઇ

બનાસકાંઠામાં આજે પાલનપુરમાં 200 અને ડીસામાં 100 ભક્તો સાથે ભગવાન શ્રીકૃષ્ણની જમ્નાષ્ટમીની શોભાયાત્રા નીકાળાશે. જોકે, ડીજે, મટકી ફોડનો કાર્યક્રમ નહી થાય, માસ્ક સહિત કોવિડના નિયમોના પાલન સાથે ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાશે. અંબાજી, દાંતા અને થરાદમાં શોભાયાત્રા મોકુફ રાખવામાં આવી છે. પાલનપુરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા નીકાળવામાં આવશે. બપોરે 2.00 કલાકે શરૂ થનારી શોભાયાત્રામાં માસ્ક સહિત કોવિડના નિયમો સાથે માત્ર 200 ભક્તો જોડાશે.

શોભાયાત્રા બ્રિજેશ્વર કોલોની મંદિરથી ટેલિફોન એક્સચેન્જ, દિલ્હીગેટ, સિમલાગેટ, અમીર રોડ, ગઠામણ દરવાજા, હનુમાન શેરી, મોટી બજાર ટાવર રોડ, ત્રણબત્તી, નાનીબજાર, કમાલપુરા અને ત્યાંથી સાંજે 5 વાવ્યા સુધીમાં નિજ મંદિર પરત ફરશે. ડીસામાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શહેરના રામજી મંદિરથી શોભાયાત્રા નીકાળવામાં આવશે. શોભાયાત્રા રિસાલા મંદિરથી હિરાબજાર, એસ. સી. હાઇસ્કુલ, ચાર રસ્તા, અંબિકા ચોક, ચંદ્રલોક રોડ, લાયન્સ હોલ, સરદાર બાગ, ફુવારા સર્કલ, સોની બજારથી નીજ મંદિર પરત ફરશે.

અન્ય સમાચારો પણ છે...