તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકોરમાયકોસિસનું વધતું પ્રમાણ:પાલનપુરમાં કાન, નાક અને ગળાના રાજસ્થાની દર્દીઓનો ધસારો વધ્યો

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓને તપાસી સારવાર માટે અમદાવાદ રિફર કરાય છે

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી પાલનપુર શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા 5 ઈએનટી સ્પેશ્યાલિસ્ટ પાસે છેલ્લા એક સપ્તાહથી રોજના 3-4 મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માર્ગદર્શન માટે આવી રહ્યા છે. જેમાં એક કેસ ચોંકાવનારો હતો. કોરોના મટી ગયાના દોઢ મહિને એક દર્દીને અચાનક સુગર વધતા ચહેરા પર સોજો આવી ગયો હતો તબીબે જણાવ્યું હતું કે આ રોગમાં સમયસર સારવાર અત્યંત જરૂરી છે.

છેલ્લા એક સપ્તાહથી ચિંતાજનક રીતે વધી રહેલા મ્યુકરમાયકોસિસ રોગએ અનેક પરિવારની હાલત અત્યંત પીડામય બનાવી દીધી છે. પહેલા કોરોના અને તેમાંથી ઉગરી જીવ બચાવ્યા બાદ આ બીમારીમાં સપડાતા આર્થિક રીતે ઘસાઈ જવું પડે તેવી સ્થિતી સર્જાઈ રહી છે. પાલનપુરના ઇએનટી સ્પેશિયાલિસ્ટ ડો. કૌશલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે " છેલ્લા એક સપ્તાહથી રોગની ઓપીડી વધી છે.

ભીનમાલ, બાડમેર અને જાલોરથી આવેલા દર્દીઓને તપાસી અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. આ રોગમાં ખાસ દર્દીએ પોતાનું સુગર લેવલ સતત ચકાસતા રહેવું જોઈએ. સતત 3 મહિનાનો રિપોર્ટ કરાવી તેમાં જો 6-7થી સ્કોર વધીને 10-11 હોય તો ત્વરિત ફિજીશિયનને મળી સુગર કંટ્રોલ કરાવવું જોઈએ.

કોવિડની ટ્રીટમેન્ટમાં સામાન્ય વ્યક્તિનું પણ સુગર અત્યંત વધી જતું હોય છે જેની તકેદારી દાખવવી ખૂબ નૃરી છે." 2 દિવસ પહેલા એક પેશન્ટને દોઢ મહિના પહેલા કોરોના મટી ગયો હોવા છતાં હવે રોગના લક્ષણો જોવા મળ્યા હતા. ચેક કર્યું તો તેમણે પોતાનું સુગર લેવલ જાળવ્યું જ નહોતું અને આ સ્થિતિ સર્જાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...