સહાય ચુકવવાની માંગ:કુંભાસણ ગામમાં કમોસમી વરસાદમાં શ્રમજીવી પરિવારનું મકાન ધરાશાયી

ગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુંભાસણ ગામે કમોસમી વરસાદથી મકાન ધરાશાયી થયું હતું. - Divya Bhaskar
કુંભાસણ ગામે કમોસમી વરસાદથી મકાન ધરાશાયી થયું હતું.
  • દીવાલ તૂટી પડતાં મકાનમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી

પાલનપુર તાલુકાનાં કુંભાસણ ગામે એક શ્રમજીવી પરિવારનું શનિવારે કમોસમી વરસાદનાં કારણે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં કાચું મકાન તૂટી પડ્યું હતું. જો કે દીવાલ તૂટી પડતાં સદનસીબે મકાનમાં કોઇ ન હોઇ મોટી જાનહાનિ ટળી હતી.

હાલમાં જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે એક બાજુ ખેડૂતોનાં પાકને મસમોટું નુકશાન કરીને પાયમાલ કર્યા છે. ત્યાં પાલનપુર તાલુકાના કુંભાસણ ખાતે રહેતા મોતીભાઈ જેઠાભાઈ સાણોદરિયાના કાચા મકાનની એક બાજુની દીવાલ તૂટી પડતાં મકાન તૂટી ગયું હતું. સદનસીબે જાનહાની ટળી હતી. પરંતુ આ પરિવાર પર હાલ તો મોટી આફત આવતાં તંત્ર દ્વારા તેને સહાય ચુકવવાની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...