તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઇકોર્ટમાં ઘા:કોરાના મહામારીમાં ઓક્સિજન, બેડ વેન્ટિલેટર તેમજ દવા મેળવવી મુશ્કેલ છે; પાલનપુર બાર એસોસિયેશન

પાલનપુર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાઇકોર્ટે કરેલી સુઓમોટોમાં પાલનપુર બાર એસોસિયેશને હાલ કોરોના મહામારીમાં મુશ્કેલીઓ અંગે વિગતવાર માહિતી રજુ કરી

રાજયભરમાં કોરોનાના કહેર વચ્ચે ગામ્યા વિસ્તારામાં પણ સ્થિતી કફોડી છે. તેવી રજુઆત પાલનપુરના વકિલોના સંગઠન પાલનપુર બાર એસોસિએશને હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો પરની ઓનલાઇન સુનાવણીમાં તેમના વિસ્તારની સ્થિતીનો ચિતાર આપ્યો હતો. પાલનપુર બાર એસોસિએશને કરલી અરજીમાં જિલ્લામાં હોસ્પિટલમાં બેડ નથી, ઉપરાંત ઓક્સિજન કે વેન્ટિલેટર નથી તેવી સ્થિતી છે.

પાલનપુર બાર એસોસિએશનના પ્રમુખ ઇદ્રીશ પઠાણે જણાવ્યું હતુ કે, કોરોના મહામારીના સમયમાં લોકોને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓના નિવારણ માટે એડવોકેટ્સના એસોસિયેશનને હાઇકોર્ટેમાં સુઓમોટો દરમિયાન વધુ એક લીટીગેશન ફાઇલ કરી છે. જેમાં લોકોની સાથે સાથે વકીલોને પણ પડતી મુશ્કેલીઓ અને તેની સમસ્યાઓ માટે રજૂઆત કરી છે. બાર એસોસિયન પાલનપુર પ્રમુખ ઈંદ્રિસ પઠાણે જણાવ્યું છેકે, સુઓમોટોમાં રજુઆત કરવામાં આવી છે કે તાલુકાના લેવલ વકીલોને અને જિલ્લા લેવલના વકીલોને જે કોરોના મહામારીના અનુસંધાને તકલીફો પડે છે, એમાં વેન્ટિલેટરની ઓક્સિજનની તેમજ બેડની સુવિધા તત્કાલિક પુરી પાડવામાં આવે અને અન્ય મેડિસનોની જરૂર પડે છે એ પણ પુરી પાડવામાં આવે.

બાર એસોસિએશન પાલનપુર પ્રમુખ ઈંદ્રિસ પઠાણ
બાર એસોસિએશન પાલનપુર પ્રમુખ ઈંદ્રિસ પઠાણ

આ અંગે બાર એસોસિએશને પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને જનતાનો પક્ષ મૂક્યો છે જે અંતર્ગત ગુજરાતના તમામ બાર એસોસિએશનના વકીલોની એક ઓનલાઈન ઝુમ મિટિંગ યોજાઇ હતી. જેમાં બનાસકાંઠાના પાલનપુર બાર એસોસિયેશનના પ્રમુખ ઈદ્રિશ પઠાણે જિલ્લામાં જનતાને પડતી મુશ્કેલીઓ અને તેના નિવારણ માટે રજૂઆત કરી હતી. ખાસ કરીને બનાસકાંઠાના અંતરિયાળ અને સરહદી વિસ્તારમાં રહેતા નાગરિકોને બીમારીના સમયમાં ઓક્સિજન, બેડ વેન્ટિલેટર તેમજ મેડિસનોની જે જરૂરત વગેરે મુશ્કેલીઓ પડે છે જેના નિવારણ માટે પગલાં લેવાય તે દિશામાં રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો