તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલન:ડીસામાં ઘરેથી નીકળી ગયેલા બાળકનું હિંદુ યુવા સંગઠને પરિવાર સાથે મિલન કરાવ્યું

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકને પોલીસ મથકે લઈ જતા હતા ત્યારે પિતા મળી ગયા

ડીસામાં ઘરેથી નીકળી ગયેલા બાળકનું હિંદુ યુવા સંગઠને પરિવાર સાથે મિલન કરાવતાં પરિવારે આભાર માન્યો હતો. ડીસામાં હિંદુ યુવા સંગઠન દ્વારા ઘરેથી નીકળી ગયેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતુ.

પ્રમુખ નિતિનભાઇ સોનીએ જણાવ્યુ હતુ કે, પ્રવીણભાઈ પરમારનો ફોન આવતાં વિનાયક રેસીડેન્સીમાં ચંદુભાઈના ઘરે ગયા હતા. જેમને મળેલા ત્રણ વર્ષના બાળકની પુછપરછ કરી હતી. જોકે, તેણે ઘરનું સરનામું ન જણાવતાં મેહુલભાઇ ઠક્કર સાથે બાળકને લઇ પોલીસ મથકે જતા હતા.

ત્યારે રસ્તામાં એસ.સી.ડબલ્યુ હાઈસ્કૂલ પાસે એના પપ્પા વિનોદભાઈ રાજપુરોહિત બાળકને જોઈ અમને રોક્યા હતા. પિતાએ જણાવ્યું કે, મારો પુત્ર લક્કી ઘરેથી નીકળી ગયો છે. કલાકોથી તેની શોધખોળ કરીએ છીએ. આથી બાળકને તેના પિતાને સોંપ્યો હતો. જેમણે હિંદુ યુવા સંગઠનનો આભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...