માનવતા:ફ્રેકચર થયેલા પગની સારવાર ન કરાવી શકનારા ડીસાના યુવકની વ્હારે હિંદુ યુવા સંગઠન આવ્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારવાર ન મળતાં પગના હાડકા ઉપરા - ઉપર ચોંટી ગયા હતા

ડીસાના યુવકને અકસ્માતે ફ્રેકચર થયા બાદ તેનો પરિવાર તરછોડીને ચાલ્યો ગયો હતો.ત્રણ માસ સુધી સારવાર ન મળતાં પગનું હાડકું ઉપરા- ઉપર ચોટી ગયું હતુ. આવી અસહ્ય પીડાની સ્થિતિમાં ડીસાનું હિંદુ યુવા સંગઠન તેની વ્હારે આવ્યું હતુ. જેને હોસ્પિટલમાં દાખલ કરી તમામ ખર્ચ ઉઠાવી ઓપરેશન કરાવ્યું હતુ. સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોનીએ જણાવ્યું કે, સેવાભાવીગણેશ ગૌસ્વામીનો ફોન આવતા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા વનરાજભાઇના ઘરે ગયા હતા. જેઓ પથારીવશ હતા.મિત્ર પ્રકાશભાઇ શ્રીમાળી નિ:સ્વાર્થભાવે સેવા કરતો હતો.

જ્યાંથી અમે વનરાજભાઇને બીજા દિવસે ઓર્થોપેડીક ડો.કુલદીપ નંદાણીની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબે વિનામૂલ્યે એક્ષરે કરી કહ્યુ હતુ કે, પગના સાથળના ભાગમાં ફેક્ચર થયું છે અને અઢી મહિનાથી સારવાર ન મળવાના કારણે હાડકા ઉપરો ઉપર ચોંટી ગયો છે .ભણશાળી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક માસની સઘન સારવાર બાદ વનરાજભાઇ ચાલતાં થતાં બુધવારે હોસ્પિટલમાંથી રજા આપી ઘરે લઇ જવાયા હતા.

સંગઠન અને દાતાઓએ તમામ ખર્ચ ઉઠાવ્યો
નિતિનભાઇ સોની, સભ્યો દિપકભાઈ કચ્છવા, પ્રવીણ બોરવાલ, મેહુલ ઠક્કર, હરેશ પરમારે એક માસ સુધી જમવાની વ્યવસ્થા કરી, રૂપિયા 20,000નું હોસ્પિટલનું બીલ ચુકવ્યું તેમજ જાતે રકતદાન કરી લોહીની 8 બોટલ આપી હતી. જ્યારે હોસ્પિટલના મેનેજર રમેશભાઈ સુથારે મેડિકલ ખર્ચ ફ્રી કર્યો હતો. ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ છત્રાલના ઓનર પ્રશાંતભાઈ ભાટી, ગણપતસિંહ ચૌહાણ અને નીરવભાઈ ઝવેરી સહિતે ખર્ચ ઉઠાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...