ફરિયાદ:ગઢ ગામે મૃત દાદાના ત્રણ મકાનની જમીન પચાવવા પૌત્રએ ખોટા દસ્તાવેજો બનાવ્યા

ગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ મહિલા સરપંચે ભત્રીજા,નોટરી સહિત છ સામે ફરિયાદ નોંધાવી

પાલનપુર તાલુકાના ગઢ ગામે મૃત દાદાની સ્વતંત્ર માલિકીના ત્રણ રહેણાંક મકાન પચાવી પાડવા માટે પોત્રે દાદાની સીધી લિટીના બે વારસદારોને અંધારામાં રાખી તેમના નામે રૂ.50 ના સ્ટેમ્પ પર ખોટા અંગુઠાના નિશાન કરી મકાનનો દસ્તાવેજ કરી દેતા મૃતક પિતાની વારસદાર પુત્રીએ પોતાના ભત્રીજા, નોટરી સહિત છ વ્યક્તિ વિરુદ્ધ શનિવારે ગઢ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગઢ ગામે મૃતક વિરાભાઈ ભાઈચંદભાઈ ગોઠીના નામે આવેલ સ્વતંત્ર માલિકિના રહેણાંક મકાન નંબર 182,182/1 અને 185 પચાવી પાડવાના બદ ઇરાદે મૃતકના પૌત્ર કમલેશભાઈ અમુભાઇ ગોઠીએ દાદાની સીધી લિટીના વારસદારો પૈકી બે ફોઈની સંમતિ મેળવ્યા વિના જ તા.24 જુલાઇ-2019 ના રોજ રૂ.50 ના સ્ટેમ્પ પર બે ફોઈના ખોટા અંગુઠા કરી વારસાઈ સોગંધનામાંથી ત્રણ મકાનોનો દાસ્તવેજ કરતા મામલો ગઢ પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં મૃતક વિરાભાઈની સીધી લીટીની વારસદાર પુત્રી અને પૂર્વ સરપંચ મેનાબેન કાનજીભાઈ વોરાએ ગઢ પોલીસ મથકે મૃતક પિતાના વારસદારોની સંમતિ મેળવ્યા વિના ખોટો દાસ્તવેજ કરાનાર ભત્રીજા કમલેશભાઈ અમુભાઇ ગોઠી તેમજ ખોટા અંગુઠા બાંધનાર દસ્તાવેજની ચકાસણી કે ખરાઇ કર્યા વિના જ સોગંધનામું કરનાર નોટરી સહિત છ વ્યક્તિ વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

કોની સામે ફરિયાદ
1. કમલેશભાઈ અમુભાઈ ગોઠી (રહે.ગઢ)
2. પ્રવીણભાઈ રઘાભાઈ ભૂટકા (રહે.ગઢ)
3. કનુભાઈ માધાભાઈ મેણાત (રહે.મડાણા)
4. રામજીભાઈ કરશનભાઇ ભૂટકા
5. જે.ડી.કુંભાસણા (નોટરી) (રહે.ગઢ)
6. સાક્ષી નંબર 2 અવાચ્ય સહીવાળા

અન્ય સમાચારો પણ છે...