તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનની ચીમકી:સરકારે આત્મનિર્ભર યોજનામાં લોલીપોપ આપતાં રિક્ષા લઈ ગાંધીનગરમાં કૂચ કરાશે

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનની પાલનપુરમાં બેઠક યોજાઈ હતી. - Divya Bhaskar
રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનની પાલનપુરમાં બેઠક યોજાઈ હતી.
  • રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનની પાલનપુરમાં બેઠક મળી

કોરોનાકાળમાં લોકડાઉન થતાં વ્યવસાય ધંધા બંધ થઇ ગયા હતા. એ વખતે રાજ્ય સરકાર દ્વારા રિક્ષા ચાલકોને આત્મ નિર્ભર યોજના અંતર્ગત સહાય આપવાની ખાત્રી આપવામાં આવી હતી. જોકે, હજુ સુધી કોઇ સહાય ન મળી હોઇ આગામી સમયમાં સમગ્ર રાજ્યના રિક્ષા ચાલકો ગાંધીનગરમાં રિક્ષાકુચ કરી આંદોલન કરશે. પાલનપુરમાં રવિવારે યોજાયેલી ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનની બેઠક રવિવારે પાલનપુરમાં યોજાઇ હતી.

જેમાં ફેડરેશનના પ્રમુખ જયંતિભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતુ કે, કોરોના કાળ દરમિયાન લોક ડાઉન થતાં વ્યવસાય ધંધા બંધ થઇ ગયા હતા. એ વખતે રાજ્ય સરકાર દ્વારા રિક્ષા ચાલકોને આત્મ નિર્ભર યોજના અંતર્ગત સહાય આપવાની ખાત્રી આપવામાં આવી હતી. જોકે, હજુ સુધી કોઇ સહાય ન મળી હોઇ આગામી સમયમાં સમગ્ર રાજ્યના રિક્ષા ચાલકો ગાંધીનગરમાં રિક્ષાકુચ કરી આંદોલન કરશે. આ બેઠકમાં કોરોના વોરિયર્સ ડો. ગૌરાંગ પ્રજાપતિ, ડો. મુનીર મન્સુરી, સરફરાજ સિંધી અને તૌસીફ વોરાનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

બેઠકમાં ફેડરેશનના મહાસચિવ સાજીદ મકરાણી (પાલનપુર), બસીરૂદ્દીન શેખ (કોસંબા), રાજુભાઇ ભંડારી (સુરત), ગોકુળભાઇ ભરવાડ (ગણદેવી), રાકેશભાઇ (નવસારી), રાજુભાઇ ભરવાડ, આરીફભાઇ, બીલાલભાઇ પરમાર (બરોડા), ધનજીભાઇ ચાવડા (અમરેલી), ઇમ્તિયાઝભાઇ લંઘા (અમદાવાદ), રમેશજી ઠાકોર (કડી), ભરતસિંહ સોલંકી, સુરેન્દ્રસિંહ (મહેસાણા), સુરેશભાઇ , સુરેશ ભારતી બાબજી (છાપી), અંબાલાલ પુરોહિત (ડીસા), પોપટભાઇ (ખેડબ્રહ્મા) સહિત બનાસકાંઠા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...