આયોજન:જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રથમ વાર વિડીયો કોન્ફરન્સથી યોજાશે

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભા સોમવારે 6 જુલાઇના રોજ કોરોના મહામારીને લઇ પ્રથમ વખત વિડીયો કોન્ફરન્સથી યોજાશે. 

બનાસકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક સોમવારે 06 જુલાઇ-2020ના રોજ 1-00 કલાકે જિલ્લા પંચાયતના સભાખંડમાં પાલનપુરમાં રાખી છે. પરતું કોરોનાની મહામારીના લીધે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક રાખી છે. કોરોનાને લઇ પ્રથમ વખત વિડીયો કોન્ફરન્સથી આ સભા યોજાશેે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય માટે જિલ્લા પંચાયત સામાન્ય સભાની બેઠક તાલુકા કક્ષાએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...