ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી લોકોને ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ વચ્ચે ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુમાં સિઝનનું સૌથી નીચું તાપમાન માયનસ ત્રણ નોંધાતા રહીશો સહિત સહેલાણીઓ ઠુંઠવાયા હતા.
રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડી ચમકારો વધ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તાપમાન નીચું જતા માયનસ ડિગ્રી ચાલી રહ્યું છે. આથી બરફ છવાયેલો જોવા મળ્યો છે. માઉન્ટ વાસીઓ માટે તો ઘરોની બહાર નીકળવું પણ કપરું બની ગયુ છે.
રવિવારની રાત્રિએ ઠંડીનો ચમકારો વધુ રહેતા માયનાસ ત્રણ ડિગ્રી અને રહેતા બરફનું સામ્રાજ્ય છવાયું હતું. જ્યારે માઉન્ટ આબુના ગુરુ શિખર પર તાપમાન માઈનસ 5 ડિગ્રી પર પહોંચી ગયું હતું. તાપમાન શૂન્ય ડિગ્રીની નીચે પહોંચી જવાને કારણે માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી. આવી કાતિલ ઠંડીમાં સ્થાનિક રહીશો ઉપરાંત સહેલાણીઓ તોબા પોકારી ઉઠ્યા છે અને મોડે સુધી સૂર્યદેવના દર્શન ન થાય ત્યાં સુધી ઘરમાં પુરાઇ રહેવા મજબૂર બન્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.