તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિલન:જેસોરના જંગલમાં ભૂલી પડેલી મહિલાનું પતિ સાથે મિલન થયું

પાલનપુર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અભિયમની ટીમે ઠંડીમાં મધરાત્રે મહિલાનો જીવ બચાવ્યો

અમીરગઢ નજીક જેસોર રીંછ અભ્યારણ્યમાં ઘનઘોર જંગલમાં રીંછોના વસવાટ વચ્ચે બે સંતાનોની માતા ભૂલી પડી હતી. જેને બનાસકાંઠા અભિયમની ટીમે કડકડતી ઠંડી ભરી રાત્રી માથે લઇ તેના પતિ સાથે મિલન કરાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં અભિયમની ટીમ દ્વારા ઘરેથી નીકળી અમીરગઢના જેસોરના જંગલમાં રીંછોના વસવાટ વચ્ચે ભૂલી પડેલી એક મહિલાને તેના પતિ સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.

181 અભિયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર જિનલબેન પરમારે જણાવ્યું હતું કે, પાલનપુર તાલુકાના માલણ ગામ નજીક એક અજાણી મહિલા રાત્રીના સમયે એકલી બેઠી હોવાનો કોલ આવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન મહેતાની સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તેની પૂછતાછ કરતાં તેને પોતાનું નામ (લાડલીબેન) અસ્થિર મગજની હોવાનું જણાયું હતું. અને તેણે જણાવેલા સરનામાં પ્રમાણે પરિવારની શોધખોળ આદરી હતી.

કડકડતી ઠંડી વચ્ચે જેસોરના જંગલમાં ત્રણ કલાક સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે દોઢ કલાકના સુમારે અમીરગઢ તાલુકાના ડાભેલી ગામે ડુંગરો વચ્ચે તેનું ઘર મળી આવ્યું હતું. જેને સહી સલામત તેના પતિને સોપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો