તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રધ્ધા:અમીરગઢની પવિત્ર ધરા પર ડુંગરપુરી મહારાજના મંદિર પર ધર્મની ધજા ચડાવવામાં આવી

પાલનપુર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આશરે સવાસો વર્ષ પહેલાં ફાગણ વદ પાંચમના દિવસે દેવ ડુંગરપુરી મહારાજે જીવંત સમાધિ લીધી હતી

અમીરગઢમાં આશરે સવાસો વર્ષ પહેલાં ફાગણ વદ પાંચમના દિવસે દેવ ડુંગરપુરી મહારાજ જીવંત સમાધિ લીધી હતી. ત્યારથી દર વર્સ પાંચમના શ્રદ્ધાળુ દ્વારા ઢોલ નગારા સાથે વાજતે-ગાજતે મંદિર પર નેજા ચડાવવામાં આવે છે અને ફાગણમાં બાદ આઠમના દિવસે મહા મેળાનું આયોજન થાય છે 12 વર્ષ પૂર્વ દેવ ડુંગરપુરી ને સમાધિના લીધાની સો વર્ષે થતા સતબ્દી પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.

ફાગણ વદ પાંચમના જીવંત સમાધિ લીધેલા ડુંગરપુરી મહારાજ મંદિરમાં દર વર્ષ પાંચમના ભજન કરવામાં આવે છે. આઠમના યોજાનારા આ મહામેળામાં દૂર દૂરથી ભક્તો ઉમટી પડે છે. જેને અમિરગઢ નિભુમી તપોભૂમિ પણ કહેવામાં આવે છે લોકો ડુંગરપુર મહારાજની સમાધિના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

અમીરગઢ તેમજ આજુબાજુના લોકો ડુંગરપુરી જી મહારાજની સમાધિ પર પરંપરાગત પાંચમના દિવસે ધરમની ધજા ધર્મપ્રેમી લોકો દ્વારા વાજતે ગાજતે ચઢાવવામાં આવે છે બાદ આઠમના દિવસે મેળો ભરાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો