બનાસકાંઠા જિલ્લાના રબારી સમાજ દ્વારા સમરેશપુરામાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 31 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહ લગ્નમાં સંતો મહંતો સહિત રાજકીયા આગેવાનોએ હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.
રબારી સમાજમાં લગ્ન પાછળ થતાં મસમોટા ખર્ચાઓ પર કાપ મુકવા તેમજ કુરીવાજોને ભુલી સમૂહ લગ્ન માં જોડાય તે માટે રબારી સમાજના આગેવાન એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલના 10 વિઘા જમીનના ભૂમિ દાતા, સમૂહ લગ્નમાં ભોજન અને મંડપ દાતા તેમજ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈએ પોતાની એકની એક દીકરીના સમૂહ લગ્નમાં લગ્ન કરાવીને રબારી સમાજમાં એક અનોખી પહેલ કરી છે.
રબારી ગોપાલક છાત્રાલય ડીસા સંચાલિત એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ સમશેરપુરા ખાતે રબારી સમાજ નો પ્રથમ સમૂહ લગ્નોત્સવ માં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ પરબતભાઇ પટેલ સહિત આગેવાનો ની ઉપસ્થિતિમાં 31 નવદંપતીઓ એ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે કનીરામ બાપુ, જયરામગીરી બાપુ સહિત સંતો મહંતો એ આશીર્વાદ આપ્યા હતા.
મોઘવારીના સમયમાં રબારી સમાજમાં લગ્નો પાછળ થતાં મસમોટા ખર્ચાઓ બંધ થાય અને કુરીવાજોનેને નેસ્તનાબુદ કરવા માટે રબારી સમાજના સાથ સહકારથી સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. અને આગામી સમયમાં પણ દર વર્ષે રબારી સમાજ સમૂહ લગ્નમાં જોડાઈને આ અભિયાનને આગળ વધારવામાં આવશે તેમજ ડીસા રબારી સમાજ ના પ્રથમ સમૂહ લગ્નમાં માવજીભાઈ દેસાઈએ પોતાની એક ની એક દીકરી ને સમૂહ લગ્નમાં જોડીને એક અનોખી પહેલ કરી છે. જેને રબારી સમાજ કયારેય નહી ભુલે તેમ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.