બ્રહ્મસમાજની બેઠક:સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજની પ્રથમ કારોબારી બેઠક નડાબેટ ખાતે યોજાઈ

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન પરશુરામના સાનિધ્યનો સ્વીકાર કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો

કારોબારી બેઠક માં મહાનુભાવો દ્વારા માં નડેશ્વરીનો જય જય કાર કરી ભગવાન પરશુરામના સાનિધ્યનો સ્વીકાર કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો

બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ડો. બિપીન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કારોબારી બેઠકમાં મહાનુભાવો દ્વારા માં નડેશ્વરીનો જય જય કાર કરી ભગવાન પરશુરામના સાનિધ્યનો સ્વીકાર કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમના શુભારંભમા મહામંત્રી જયેશભાઈ દવેએ પધારેલા અગ્રણીઓની શાબ્દિક સ્વાગત વિધિ કરી સર્વે ઉપસ્થિત મહાનુભાવોનો મિત્રવત પરિચય આપ્યો હતો.ઉપરોક્ત કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત પ્રભારી ભરત વ્યાસ દ્વારા બ્રહ્મ ઉત્કર્ષ માટે વાર્ષિક આયોજનના મુદ્દાઓ વિશે વિસ્તૃત માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ મુકવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો પીરાભાઈ ગામોટ, ભગવાન ભાઈ જોશી, આર.બી. યાજ્ઞિક, હર્ષવર્ધન ભાઈ, કિરણભાઈ જોષી, ભુરાભાઈ ઓઝા, ભીખીબેન વોરા, અજયભાઈ ઓઝા, નવિનભાઈ ત્રિવેદી, વિષ્ણુભાઈ ત્રિવેદી, યુવા પ્રમુખ ભાર્ગવ ઠાકર, ભાનુભાઈ ત્રિવેદી, વિજયભાઈ જોષી, તેજસ રાવલએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. અને બ્રહ્મ ઉત્કર્ષ માટે અસરકારક તેમજ તંદુરસ્ત ચર્ચા કરી હતી. સમાજહિતનું ચિંતન કર્યું હતું. સ્વ સમાજ માટે કાર્ય કરવાની તન મન ધનથી તૈયારી બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...