તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંભાવના:પાલનપુરમાં પાલિકાની અંતિમ સભા તોફાની બને તેવી શક્યતા

પાલનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાની 12 મી ડિસેમ્બરે ટર્મ પુરી થાય તે પહેલા 10 તારીખે સાધારણસભા બોલાવાઇ

પાલનપુર નગરપાલિકાની ટર્મ પુરી થવાની છે. ત્યારે 10 ડિસેમ્બરે યોજાનારી અંતિમ સાધારણસભા તોફાની બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. જેમાં ખાસ કરીને વિકાસ નકશા સહિતના કામો ઉપર શહેરીજનોની નજર મંડરાયેલી છે.

પાલનપુર નગરપાલિકાની ભાજપની બોડી તેના શાશન કાળ દરમિયાન સાધારણ સભાઓને લઇ ચર્ચામાં રહી હતી. સભામાં એજન્ડાઓના કામોની ચર્ચા કર્યા વિના બહુમતિના જોરે તમામ કામો મંજુર મંજુર કરી માત્ર બે થી પાંચ મિનિટમાં સભા સમેટી લેવાનો સીલસીલો છેક સુધી ચાલ્યો હતો.

જેમાં વિરોધપક્ષ દ્વારા વિરોધ- હોબાળાઓ કરાયા હતા. આવા ઘટનાક્રમ વચ્ચે હવે પાલિકાની ટર્મ પુરી થવા આવી છે. ત્યારે 10 ડિસેમ્બરે યોજાનારી અંતિમ સાધારણ સભા તોફાની બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. જેમાં શહેરના નવા વિકાસ નકશાનું કામ સહિતના કામો ઉપર શહેરીજનોની નજર છે. આ અંગે નગરપાલિકાના ચિફ ઓફિસર સતિષ પટેલે જણાવ્યું હતુ કે, નગરપાલિકાની ટર્મ તારીખ 12 ડિસેમ્બરની રાત્રે 12.00 કલાકે પૂર્ણ થશે. જે પહેલા 10 તારીખે બોર્ડ દ્વારા અંતિમ સભા બોલાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો