કાર્યવાહી:ફાયર સેફટીમાં લાપરવાહ 2 તબીબોના નળ જોડાણ કપાયા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટર હાઉસ ગઠામણ ગેટ અને કીર્તિસ્તંભ વિસ્તારની 6 હોસ્પિટલને સીલ કરવા નોટિસ

પાલનપુરમાં ફાયર સેફટી મામા વારંવાર સૂચના આપવા છતાં કોઈપણ પ્રકારની મંજૂરી માટેની પ્રક્રિયા હાથ ન ધરતા ડોક્ટર હાઉસ ગઠામણ ગેટ અને કીર્તિસ્તંભ વિસ્તારની 6 હોસ્પિટલને સીલ કરવાની પાલિકાએ નોટિસ પાઠવી છે જે પૈકી લાપરવાહ 2 તબીબોના પાણી કનેક્શન નગરપાલિકા દ્વારા કાપવામાં આવ્યા છે.

શહેરમાં આવેલા 180 એકમોમાં ફાયરસેફ્ટી અંગેની તપાસ કરવામાં આવી હતી. જેમા ફાયર એન.ઓ.સી. વગરની હોસ્પિટલના સંચાલકો સાથે બેઠક યોજી વિગતવાર માર્ગદર્શન આપી તે બાદ કેમ્પ યોજવામાં આવ્યો હતો. અને સ્થળ પર જ એનઓસીની પ્રક્રિયા હાથ ધરાય તેવા પ્રયાસો પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. જે બાદ પણ કેટલીક હોસ્પિટલ દ્વારા કોઈપણ જાતની મંજૂરી અંગેની કાર્યવાહી ન કરવામાં આવતા આવી 6 હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલી 3 હોસ્પિટલો, ગઠામણ ગેટ વિસ્તારમાં આવેલી 2 હોસ્પિટલ તેમજ કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલા 1 હોસ્પિટલને સીલ કરવાની નોટિસ પાઠવવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે "સીલ કરતા પહેલા પાણી કનેકશન કાપવાની કામગીરી હાથ ધરી છે. 6 હોસ્પિટલ પૈકી 2 હોસ્પિટલમાં પાણીના કનેકશન કાપી નખાયા છે. એક હોસ્પિટલમાં બોર હતો એટલે ત્યાં કાર્યવાહી થઇ નથી જ્યારે અન્ય 3 હોસ્પિટલોમાં દર્દીઓ દાખલ હતા એટલે ત્યાં બે દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો સોમવાર સુધી એન.ઓ.સી માટેની કાર્યવાહી આ હોસ્પિટલ દ્વારા હાથ નહીં કરાય તો સીલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...