તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન:2021ના ખેડૂત આંદોલનની શરૂઆત ગુજરાતથી થઈ રહી છે: રાકેશ ટિકેત

પાલનપુર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂત નેતા રાકેશ ટિકેતે અંબાજીથી કિસાન આંદોલનનો પ્રારંભ કરી પાલનપુરમાં ખેડૂતોને સંબોધ્યા
 • આ સરદાર પટેલની ભૂમિ છે ઉઠો જાગો અને આંદોલન કરો,ખેડૂતોએ બચવા માટે આંદોલન કરવુ પડશે

ગુજરાતમાંથી મજબુત થઇને આગળ જતાં ખેડૂતો વિરોધી નેતાઓને હવે અહીંથી ટાંટીયો પકડીને રોકવા પડશે. દેશના ખેડૂતોએ બચવા માટે કોર્ટનો સહારો નહી આંદોલન કરવું પડશે. 2021નું વર્ષ આંદોલનનું છે. ગુજરાત સરદાર પટેલની ભૂમિ છે. માટે ઉઠો જાગો અને આંદોલન કરો. તેમ અંબાજીથી ખેડૂત આંદોલનનો પ્રારંભ કરી પાલનપુર આવેલા રાકેશ ટિકેતે ખેડૂતોને સંબોધન કરતી વખતે જણાવ્યું હતુ.

કિસાન નેતા રાકેશ ટિકેત રવિવારે બાર વાગ્યાના સુમારે અંબાજી છાપરી ચેકપોસ્ટથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો.માં અંબાના દર્શન કરી રેલી સ્વરૂપે આગળ પ્રસ્થાન કર્યું હતું. ટિકેતે ખેડૂત મેદનીને અંબાજીની ભૂમિ પરથી રણટંકાર કરતા જણાવ્યું હતું કે, આજથી ગુજરાતમાં આંદોલનની શરૂઆત થઈ ચુકી છે. ગુજરાતને બંધન મુક્ત કરવાની લડાઈ છે.આ આંદોલન ટ્રિપલ ટી એટલે કે કિસાનો ટ્રેકટરથી ખેતનો જવાનો ટ્વીટરથી અને જવાનો ટેન્ક થી લડાઈ લડશે.

પાલનપુર ખાતે તેમણે ખેડૂતોને સંબોધતાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાંથી મજબુત થઇને આગળ જતાં ખેડૂતો વિરોધી નેતાઓને હવે અહિંથી ટાંટીયો પકડીને રોકવા પડશે. સરકારની નજર હવે ડેરીઓ ઉપર છે

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકાર ઉદ્યો ગપતિઓના ઇશારે બધા ક્ષેત્રનું ખાનગી કરણ કરી રહી છે. હવે ડેરીઓની મોનોપોલી ખતમ થઇ જવાની છે. કોઇ સહકારી ડેરીવાળા એવું ન માને એ પછી બનાસડેરી હોય, અમુલ હોય કે દૂધ સાગર ડેરી હોય એમના દિવસો હવે પુરા થઇ ગયા છે. દિલ્હી બોર્ડર પર જે આંદોલન ચાલી રહ્યું છે તે માર્યાદિત નથી રાજસ્થાન માંથી ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. નરેન્દ્રમોદી તરફ કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે, બટાકા નાખશો તો ચિપ્સ નીકળશે સોનુ નીકળશે ત્યારે બનાસકાંઠાના ખેડૂતો ટિકેત દ્વારા બટાકા નરેન્દ્ર મોદી સુધી પહોંચાડો અને કો તમારું સોનુ તમને મુંબારક. ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત છે કોઈ ના બાપ ની માલિકી નથી.

સભામાં સોશિયલ ડિસ્ટન્ટના ધજાગરા
પાલનપુર આબુ હાઇવે ખાતે રાકેશ ટિકેતની સભા યોજાઈ હતી.જેમાં સોશિયલ ડિસ્ટન્ટ પણ જાળવાયું ન હતુ.ભીડ એકઠી થઈ હતી.

ટિકેત ગુજરાતમાં પાસપાર્ટ લઈને આવ્યા
દિલ્હીના ખેડૂત નેતા રાકેશ ટિકેત રવિવારે સવારે આબુરોડ ખાતે આવીને ત્યાંથી બાયરોડ અંબાજી દર્શન કરી ત્યારબાદ પાલનપુર ખાતે આવી પહોંચ્યા હતા.ત્યારબાદ સભા સંબોધતા જણાવ્યું હતું કે હું ગુજરાતમાં આવ્યો માટે પાસપોર્ટ લઈને આવ્યો હતો અને કોરોના આર.ટી.પી.સી.આરનો ટેસ્ટ સાથે લઈને આવ્યો છું. અને મારી પર પહેરો ગોઢવાયેલો રહે છે

ભાજપના પૂર્વ કોર્પોરેટર કાળો વાવટો લઇ દોડ્યો, કોંગ્રેસના મહિલા અગ્રણી સહિતે ધીબેડી નાખ્યો
રાકેશ ટિકેતનું પાલનપુરમાં આગમન થયું તે વખતે જ પાલનપુર પાલિકાના પૂર્વ સદસ્ય અશોક પુરોહિત કાળો વાવટો લઇને તેમની તરફ દોડયો હતો. અને જયશ્રી રામના નારા લગાવ્યા હતા. જોકે, ત્યાં પાટીદાર નેતા શૈલેષ પટેલે કાળો વાવટો છીનવી લીધો હતો. ત્યારબાદ જિલ્લા પંચાયતના સદસ્યા અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણે લાફો ઝિંકયો હતો.. જ્યારે ખેડૂતોએ તેને ધીબેડી નાખ્યો હતો.પોલીસે તેની અટકાયત કરી હતી.

સંસદને ઘેરવા 25 હજાર ટ્રેકટરો તૈયાર છે
છાપી : કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણેય કાયદા પરત ખેંચવા સાથે એમ એસ પી લાગુ કરવા છેલ્લા સાડા ચાર માસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. ડરવાની જરૂર નથી અને આંદોલનનો ભાગ બનો તમને કોઈ તકલીફ પડશે તો દેશના કિસાન તમારી પડખે ઉભા રહેશે. કેન્દ્રને નવેમ્બર મહિના સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે સંસદને ઘેરવા 25 હજાર ટ્રેક્ટરો તૈયાર છે. કાનૂન પરત નહિ ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો