યાત્રાધામ ખુલ્યા:સુપ્રસિદ્ધ અંબાજી મંદિર બે મહિના બાદ દર્શનાર્થીઓ માટે આજે ખુલ્લુ મુકાયું, સભામંડપ પાસે માર્બલનો રેમ્પ બનાવાયો

પાલનપુર4 મહિનો પહેલા
  • કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે દર્શનાર્થીઓને પ્રવેશ મળી રહ્યો છે

કોરોના મહામારીની બીજી વેવમાં વધતા કોરોના સંક્રમણને લઈને યાત્રાધામો બંધ કરાયા હતા. ત્યારે હવે કોરોના સંક્રમણ ઘટ્યું છે. અને યાત્રાધામ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આજે સુપ્રસિદ્ધ અંબાજી મંદિર દર્શન માટે ખુલ્લું મુકાયું હતું. થર્મલ અને સેનેટાઈઝ કર્યા બાદ દર્શનાર્થીઓને અંબાજી મંદિરમાં પ્રવેશ અપાય છે. અને કોરોનાની ગાઇડ લાઇન સાથે દર્શનાર્થીઓ દર્શન કરે છે. તથા ખાસ સભામંડપ પાસે માર્બલનો રેમ્પ બનાવાયો છે. જેમાં દર્શનાર્થીઓ સહેલાઇથી માતાજીના દર્શન કરી શકે છે.

મંદિર ખુલતા દર્શનાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ
બે મહિના બાદ અંબાજી મંદિર ખુલતા જ વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાઈન હતી. સોશિયલ ડિસ્ટન્સ સાથે શ્રદ્ધાળુઓએ દર્શન પણ કર્યા છે. રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ આજે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. તમામ શ્રદ્ધાળુઓએ માતાજી પાસે સમગ્ર વિશ્વમાં કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી બે માસ બાદ આજે મંદિર ખુલતા દર્શનાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ હતો. અને દર્શનાર્થીઓ પણ સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે દર્શન કરી રહ્યાં છે.

દર્શનાર્થીઓ પણ બે મહિના બાદ આજે માતાજીની આરતીનો લાભ પણ લીધો
કોરોનાની મહામારીને લઈને અંબાજી મંદિર બંધ હતું. ત્યારે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા નિત્ય પૂજા-પાઠ અને આરતી થતા હતા. ત્યારે આજે કોરોના સંક્રમણ ઘટતા અંબાજી મંદિર શ્રદ્ધાળુઓ માટે શરૂ કરાયું છે. અને ભગતજી મહારાજ દ્વારા આજે આરતી કર્યા બાદ દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે દર્શનાર્થીઓ પણ બે મહિના બાદ આજે માતાજીની આરતીનો લાભ પણ લીધો હતો. આમ બે મહિના બાદ અંબાજી મંદિર ખુલ્લું છે અને પછી મહારાજે પણ સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તેવી માને પ્રાર્થના કરી છે.

માઈભક્તો અને યાત્રાળુઓ ખુબજ આનંદ પૂર્વક દર્શન માટે આવી રહ્યાં છે
અંબાજી મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજે જણાવ્યું હતું કે આજે અંબાજી યાત્રાધામમાં 60 દિવસથી કોરોનાની મહામારીના કારણે માતાજીના દ્વારા બંધ હતા. પરંતુ કોરોના હાલના સમયમાં ઓછો થવાથી સરકારની ગાઈડલાઈન પ્રમાણે માતાજીમાં દ્વારા ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેથી કરી માઈભક્તો અને યાત્રાળુઓ ખુબજ આનંદ પૂર્વક દર્શન માટે આવી રહ્યાં છે. અને દર્શન કરી રહ્યાં છે. શ્રદ્ધાળુઓ, માઇભક્તો માતાજીને વિનંતી કરી અને કગરી રહ્યાં છે કે હે માં અમને આ રોગથી મુક્ત કરજો અને ફરી વાર તમારા દર્શનના દ્વાર બંધ ના થાય એવી અમે આશા કરીએ છીએ.

સભા મંડપમાં પ્રવેશ કરતાજ માતાજીના દર્શન થઈ શકશે
અંબાજી મંદિરના વહીવટદાર એસ.જે ચાવડાજીએ જણાવ્યું હતું કે આજરોજ 12 જૂનથી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. દર્શનાર્થીઓએ માતાજીના દર્શન માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે તે મુજબ દર્શન કરી શકશે. માસ્ક ફરજિયાત છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી દર્શન કરવાનું રહેશે. સાથે સાથ સભા મંડપમાં રેમ્પની સુવિધા કરવામાં આવી છે. એટલે સભા મંડપમાં પ્રવેશ કરતાજ માતાજીના દર્શન થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...