તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:પાલનપુરમાં પરિવાર દર્શન કરવા ગયો અને તસ્કરો 25 હજારની મત્તા ચોરી છૂ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એગોલારોડની ગુરૂકૃપા સોસાયટીને નિશાન બનાવી
  • પરિવારે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી

પાલનપુર એગોલારોડ ગુરૂકૃપા સોસાયટીમાં રહેતો એક પરિવાર રવિવારે બપોરે દર્શન કરવા ગયો હતો. જે તકનો લાભ લઇ કોઇ શખ્સોએ મકાનના દરવાજાનું તાળુ તોડી અંદરથી અંદાજીત રૂ. 25000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે મકાન માલિકે પોલીસ મથકે ફરિયાદ નોધાવવાની તજવીજ હાથ ધરી હતી.ચોરીને લઈ ચકચાર મચી ગઈ છે.પાલનપુરમાં રવિવારે ધોળા દિવસે એક મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો.

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતુ કે, શહેરના એંગોલા રોડ ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા સુરેશભાઇ રાજગોર તેમના પરિવારજનો સાથે બપોરના સુમારે દર્શન કરવા ગયા હતા. જે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી સોનાના દાગીના સહિતના અંદાજીત રૂપિયા 25000ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે સુરેશભાઇએ પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...