જાનહાની ટળી:વડગામના ચંગવાડામાં ઘરના બીજા માળે આગ લાગતાં ઘરવખરી ખાખ, રાત્રે પરિવારની નીચે સુઈ રહ્યો હતો

છાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડગામના ચંગવાડા ગામમાં બે માળના રહેણાંક મકાનમાં બુધવારની મધ્યરાત્રીએ પ્રથમ માળે આગ લાગતા અફડા-તફડી મચી ગઇ હતી. આગમાં ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. વડગામના ચંગવાડા ગામે બે માળના રહેણાંક મકાનમાં બુધવાર રાત્રે પરિવાર નીચે સૂતો હતો.

ત્યારે ઉપરના માળે અચાનક આગ ભભૂકી હતી. સળગવાની દુર્ગંધથી મકાન માલિક નરેશભાઈ ખેમાભાઈ પ્રજાપતિ ઉપર જઈ દરવાજો ખોલી જોતા આગ લાગેલી માલુમ પડતા તાત્કાલિક ફાયરફાયટર બોલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગને લઈ કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે મકાનમાં પડેલા કરીયાણાનો સામાન સહિત ઘર વખરી બળીને ખાખ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...