તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃદ્ધા મોત બાદ પણ રઝળ્યાં!:ડીસામાં કચરામાંથી મળેલા વૃદ્ધાનો મૃતદેહ લેવા પરિવારે હાથ અધ્ધર કર્યા, બે દિવસથી PM રૂમમાં પડી રહ્યો છે

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વૃદ્ધાની ફાઈલ તસવીર - Divya Bhaskar
વૃદ્ધાની ફાઈલ તસવીર
  • દસ દિવસ રાહ જોયા બાદ નગરપાલિકાને મૃતદેહ સોંપી દેવામાં આવશે

ડીસામાં કચરાના ઢગલામાંથી મળી આવેલા વૃધ્ધાનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં બે દિવસ અગાઉ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. જોકે, પરિવારજનો ન આવતાં તેમનો મૃતદેહ પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે. જો દસ દિવસમાં કોઇ નહી આવે તો નગરપાલિકાને મૃતદેહ સોંપી દેવામાં આવશે તેમ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતુ.બીજી બાજુ પરિવારનો કોઈ સદસ્ય ફોન ઉપાડવા પણ તૈયાર નથી.

કચરામાંથી વૃદ્ધા મળ્યા હતા
કચરામાંથી વૃદ્ધા મળ્યા હતા

ડીસામાં કચરાના ઢગલામાંથી મળી આવેલા વૃધ્ધ કમળાબેનને ડીસાના હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોની દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા બાદ તેમના દ્વારા તેમજ પાલનપુરના જન સેવા એજ પ્રભુ સેવાના નરેશભાઇ સોની, એન. પી. પ્લસ સંસ્થાના નરેશભાઇ સોની, પાલનપુર મફતપુરા વિસ્તારમાં રહેતા હિરાબેન અમરતભાઇ ગેલોતરે છેલ્લે સુધી માજીની સેવા કરી હતી. જોકે, શરીર અશકત થઇ ગયું હોવાથી બે દિવસ અગાઉ તેમનું મોત નિપજ્યું હતુ.

સારવાર આપી છતાં બચાવી શકાયા નહીં
સારવાર આપી છતાં બચાવી શકાયા નહીં

આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. સુનિલભાઇ જોષીએ જણાવ્યું હતુ કે, પોલીસ તેમજ અન્ય પ્રક્રિયા પુરી કરી છે. અમો પરીવારજનોના આવવાની રાહ જોઇ રહ્યા છીએ. સરકારી નિયમ મુજબ જો દસ દિવસમાં કોઇ નહી આવે તો માજીનો મૃતેદેહ નગરપાલિકાને સોંપી અંતિમ ક્રિયા કરવામાં આવશે.

મોતનો મલાજો ન જાળવતાં પરિવારજનો ઉપર લોકોએ ફિટકારની લાગણી વરસાવી
ડીસાના વૃધ્ધાને ચાર દીકરા છે. આ ઉપરાંત છેલ્લે તેઓ તેમની બહેન સાથે રહેતા હતા.જેઓ કમળાબેનને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેઓ જાણે છે કે, કમળાબેનનું નિધન થઇ ગયું છે. તેમ છતાં મૃતદેહ લેવા ન આવી મોતનો મલાજો પણ જાળવતાં ન હોઇ તેમના ઉપર જિલ્લાવાસીઓ ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.