માંગ:પાલનપુરમાં ઐતિહાસિક ફોફળીયા કૂવાનું અસ્તિત્વ જોખમમાં

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુવાનું પુરાણ કરી આજુબાજુમાં દબાણ કરાયું

પાલનપુરના કોટ અંદરના વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ફોફળીયા કુવાનું અસ્તિત્વ ઉપર જોખમ તોળાઇ રહ્યું છે. જ્યાં કુવાને પુરી તેની આજુબાજુ કેબીન મુક્યા છે. તેમજ નજીક બાંધકામ પણ થઈ રહ્યું છે. ત્યારે આ અંગે કાર્યવાહી કરવા સ્થાનિક રહીશોએ પાલિકામાં રજુઆત કરી છે. પાલનપુરના કોટ અંદરના વિસ્તારમાં ઐતિહાસિક ફોફલીયા કૂવો આવેલો છે. જેની સાચવણી ન થતી હોઈ કેટલાક ઈસમો દ્વારા કૂવાને પુરવાની પેરવી થઈ રહી છે.

ત્યારે સ્થાનિક રહીશો દ્વારા પાલિકામાં કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, કેટલાક ઈસમો દ્વારા ઐતિહાસિક ફોફળીયા કુવો પુરાણ કરીને તેની આજુબાજુ કેબીનો મૂકીને દબાણ કરવામાં આવેલ છે. તેમજ મોટુ ગેરકાયદેસર બાંધકામ પણ કરાઈ રહ્યું છે. કહેવા જઈએ તો ધમકીઓ આપે છે. ત્યારે પાલિકા દ્વારા ઘટતી કાર્યવાહી કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...