ધમકી:પરિવારને ઘરમાં પુરી પતિ ચાકુ લઇ ઓસરીમાં બેસી ગયો, 181 ની ટીમે પત્ની સહિતને બચાવ્યા

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આધેડ વયે પહોચેલા પતિને પત્ની ગમતી ન હોઇ મારી નાખવાની ધમકી આપી
  • પત્નીને તું મને ગમતી નથી અહીંથી જતી રહે કહી પતિ ત્રાસ આપતો હતો

પાલનપુર રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં રહેતા એક શખ્સે તેની પત્ની, પુત્રી અને પુત્રને ઘરના ઓરડામાં પુરી બહારથી તાળુ માર્યુ હતુ. અને પોતે ઓસરીમાં ચપ્પુ લઇને બેસી ગયો હતો. જે તેની પત્નીને તુ ગમતી નથી અહિંથી જતી રહે નહિતર જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપતો હોઇ મહિલાએ 181 અભયમની મદદ લીધી હતી. જ્યાં ગયેલી ટીમે પોલીસની મદદ લઇ પત્ની, પુત્રી અને પુત્રને બચાવી લીધા હતા. તેમજ મહિલાને કાયદાકીય સલાહ આપી પોલીસ મથકે મોકલ્યા હતા.

પાલનપુરમાં 181 અભયમની ટીમે ઘરમાં તાળુ મારીને પુરેલી માતા, પુત્રી અને પુત્રને બચાવ્યા હતા. આ અંગે કાઉન્લેસર જીનલબેન પરમારે જણાવ્યું કે, એક આધેડ મહિલાના લગ્ન પાલનપુર રેલવે સ્ટેશન નજીક આવેલા વિસ્તારમાં રહેતા રહીશ સાથે થયા હતા. જેમના લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક દિકરો (ઉ.વ.22) અને દીકરી (ઉ.વ.20) છે. જોકે, આઘેડ વયે પહોચેલા વ્યક્તિને પત્ની ગમતી ન હતી. આથી અવાર - નવાર શારિરીક - માનસિક ત્રાસ ગુજારતા હતા.

જ્યાં મંગળવારે તેમણે પત્ની, પુત્રી અને પુત્રને ઘરના અોરડામાં પુરી બહારથી દરવાજાને તાળુ મારી દીધુ હતુ. અને પોતે ઓસરીમાં ચપ્પુ લઇને બેસી ગયો હતો. જે પોતાની પત્નીને તુ મને ગમતી નથી. અહીંથી જતી રહે નહિતર જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપતો હોઇ ગીતાબેને 181 અભયમને કોલ કર્યો હતો. મહિલા પોલીસ કર્મી મીનાક્ષીબેન સાથે ત્યાં ગયા હતા. જ્યાં સ્થાનિક પોલીસને બોલાવી ત્રણેયને ઘરની બહાર નીકાળી બચાવ્યા હતા. તેમજ ગીતાબેનને કાયદાકીય સમજ આપી પોલીસ મથકે મોકલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...