તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:પાંથાવાડા માર્કેટયાર્ડના 16 ડિરેક્ટરોની ચૂંટણીમાં સરેરાશ 97.50 ટકા મતદાન

પાંથાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મતદારો કરવા માટે પોલીંગ બુથ પર ઉમટતા લાઇનો લાગી - Divya Bhaskar
મતદારો કરવા માટે પોલીંગ બુથ પર ઉમટતા લાઇનો લાગી
  • આજે માર્કેટયાર્ડ પરિસરમાં મત ગણતરી, પરિણામને લઈ ઉત્તેજના

પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની શુક્રવારે ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને ખરીદ વેચાણ વિભાગના 16 ડિરેક્ટરોને ચૂંટવા માટે મતદાન યોજાયું હતુ. જ્યાં મતદારોએ કુલ 39 ઉમેદવારો માટે મતદાન કરી તેમનુ ભાવી ઇવીએમમાં કેદ કર્યુ હતુ. દરમિયાન આજે શનિવારે પાંથાવાડા માર્કેટયાર્ડ પરિસરમાં મત ગણતરી હાથ ધરાશે. દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની નિયામક મંડળના 16 ડિરેકટરો માટે શુક્રવારે ચૂંટણી માટે ભાજપના જ દિગ્ગજ નેતાઓની અલગ અલગ પેનલમાં કુલ 39 ઉમેદવાર માટે મતદાન યોજાયું હતું.

જેમાં સવારથી મતદારો વોટિંગ કરવા માટે પોલીંગ બુથ પર ઉમટતા લાઇનો લાગી હતી. પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણી માટે ખેડૂત વિભાગના 10 ડિરેક્ટર માટે કુલ 27 ઉમેદવાર માટે મતદાન થયું હતું. જેમાં ખેડૂત વિભાગના કુલ મતદાર 1223 પૈકી 1207 મતદારોએ મતદાન કર્યું હતું. એટલે કે 98.69 ટકા મતદાન નોંધાયું હતું.

જ્યારે વેપારી વિભાગના કુલ 4 ડિરેક્ટર માટે 8 ઉમેદવાર મેદાનમાં છે.જેમાં વેપારી વિભાગમાં કુલ 244 મતદાર પૈકી 230 વેપારીઓએ મતદાન કર્યું હતું. એટલે કે કુલ 94.26 ટકા તેમજ ખરીદ વેચાણ વિભાગના 2 ડિરેકટર માટે 4 ઉમેદવાર મેદાનમાં હતા. જેમાં ખરીદ વેચાણના કુલ 80 મતદાર પૈકી 78 મતદારોએ મતદાન કરતાં કુલ 97.50 ટકા મતદાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...