તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:દારૂડીયાએ કંડકટરને કહ્યું હુ કહું ત્યાં બસ લઇ લો, કંડકટરે પોલીસને સોંપ્યો

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર- ખેરાલુ બસને વડગામ ઉભી રાખી ચઢી ગયો

વડગામ બસ સ્ટેન્ડ નજીક એક દારૂડીયાએ પાલનપુર- ખેરાલુ બસ ઉભી રખાવી અંદર ચઢ્યો હતો. અને હું કહુ ત્યાં બસ લઇ લો તેમ કહી ડ્રાયવર - કંડકટર સાથે માથાકુટ કરતાં તેને વડગામ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.

પાલનપુર- ખેરાલું બસનં. જીજે. 18. વાય.4998ના ડ્રાયવર પાલનપુરના ફતેપુરના લક્ષ્મણસિંહ ભીમસિંહ રાજપૂત અને કંડકટર વડગામના નાવીસણાના જીવાભાઇ મગાભાઇ ડાભી બસ લઇને વડગામ બસ સ્ટેન્ડ નજીક પસાર થઇ રહ્યા હતા. ત્યારે નાંદોત્રાનો હરચંદજી ભેમાજી ઠાકોર (રોઢાતર) દારૂ પીધેલી હાલતમાં બસ ઉભી રખાવી અંદર ચઢ્યો હતો. અને હું કહુ ત્યાં બસ લઇ લો તેમ કહી ડ્રાયવર- કંડકટર સાથે માથાકુટ કરી હતી. આથી તેને વડગામ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. આ અંગે કંડકટર જીવાભાઇએ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો