તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સોનગઢ પાટિયા પાસે અકસ્માત સર્જનારો કારચાલક ઝડપાયો

પાલનપુર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ટક્કર મારતાં બે મહિલાના મોત નીપજ્યા હતા

સોનગઢ પાટિયા પાસે અકસ્માત સર્જનારા કારચાલકને પોલીસે ઝડપી લીધો હતો. સોનગઢ નજીક શનિવારે સાંજે કાર ચાલક ફેનીલ પંકજભાઈ પટેલ (ઉં.વ.19,રહે. લક્ષ્મીપુરા પાલનપુર) એ ઘાસ લેવા જઇ રહેલી 2 મહિલા સહિત એક યુવતીને અડફેટે લીધી હતી. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને બીજી મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગેનો ગુનો તાલુકા પોલીસે નોંધાતા પોલીસે કાર ચાલક ફેનીલ પંકજભાઈ પટેલની અટકાયત કરી અમીરગઢ પોલીસ સ્ટેશન રખાયો હતો.

આ બાબતે પાલનપુર તાલુકા પીએસઆઇ બી.આર.પટેલે જણાવ્યું હતું કે ‘શનિવારે બનેલી ઘટનામાં બે મહિલાનું મોત નિપજ્યું હતું તે દુઃખદ છે પરંતુ કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુ કાર ચાલકને અમીરગઢ પોલીસ સ્ટેશન રખાયા હતો. નોંધનીય છે કે ગામલોકોએ મેથીપાક ચખાડ્યો હતો.પરંતુ પોલીસે કારચાલકને છોડાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો