તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:આખોલ ગામેથી જીપડાલાના ચાલકનું અપહરણ કરી રૂ. 60 હજાર માગ્યા

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અપહ્યુત ચાલકના કાકાએ પોલીસને જાણ કરતાં મોડી સાંજે અજાણ્યા શખ્સો જીપડાલાના ચાલકને પરત મુકી ગયા

ડીસાના આખોલ ગામ નજીકથી બે અજાણ્યા શખ્સોએ ચાલક સાથે જીપડાલાનું અપહરણ કરી રૂ. 60,000ની માંગણી કરી હતી. જોકે, મોડી સાંજે પરત મુકી ગયા હતા. આ અંગે ડીસા રૂરલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવે ચકચાર જગાવી છે.

ડીસા રબારી ગોળીયાના ગોવાભાઇ વિહાભાઇ રબારી પોતાનું પીકઅપ ડાલું નં. જીજે. 08. એયુ. 4690 લઇને આખોલ નજીકથી પસાર થઇ રહ્યા હતા. જ્યાં બંપ આપતાં વાહન ધીમું પાડયું હતુ. તે વખતે બે અજાણ્યા શખ્સો ઉપર ચઢ્યા હતા. જેમણે ચાલક સાથે જીપડાલાનું અપહરણ કર્યુ હતુ. અને ગોવાભાઇના ફોન ઉપરથી તેમના કાકાને ફોન કરી રૂપિયા 60,000ની માંગણી કરી હતી. જોકે, આ અંગે તેમના કાકા જોરાભાઇ કરણાભાઇ રબારી ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી રહ્યા હતા. તે વખતે કોઇ અજાણ્યો શખ્સ ગોવાભાઇને પરત મુકી ગયો હતો. તેમજ જીપડાલું પણ રાત્રે કોઇ પરત મુકી ગયું હતુ. આ અંગે પીએસઆઇ એસ. એસ. રાણેએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો