પાલનપુર કોરોના LIVE:બનાસકાંઠા જિલ્લામાં 24 કલાકમાં 20 કોરોના પોઝિટિવ કેસ આવ્યા, 103 દર્દી ડિસ્ચાર્જ

પાલનપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 14 તાલુમાંથી 7 તાલુકામાં કોરોના કેસ નોંધાયા

કોરોનાની ત્રીજી લહેરમાં બનાસકાંઠા જિલ્લામાં ઢગલાબંધ કેસ નોંધાયા બાદ હવે કોરોના અંકુશમાં આવી રહ્યો હોય તેવું લાગે છે. જિલ્લામાં આજે માત્ર 20 જ પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે, જિલ્લામાં ટોટલ એક્ટિવ કેસ આંક 315 પર પહોંચ્યો છે.

જિલ્લા આજે 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર રાહત લીધી છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RT-PCR 3434 અને એન્ટીજન 1066 ટોટલ 4500 જેવા ટેસ્ટ કરતા 20 કોરોના પોઝિટિવ કેસ સાથે નોંધાયા છે. ભાભરમાં 03, દાંતીવાડામાં 03, ડીસામાં 08, દિયોદરમાં 01, ધાનેરામાં 02, કાંકરેજમાં 01 અને પાલનપુરમાં 02 સહિત જિલ્લાના 07 તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 103 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

જિલ્લામાં ટોટલ એક્ટિવ કેસ આંક 315 થયા છે. એક્ટિવ કેસની સંખ્યા તાલુકા પ્રમાણે જોઈએ તો ભાભરમાં 08, દાંતામાં 18, દાંતીવાડામાં 17, ડીસામાં 82, દિયોદરમાં 14, ધાનેરામાં 19, કાંકરેજમાં 27, લાખણીમાં 31, પાલનપુરમાં 38, સુઈગામમાં 07, થરાદમાં 29, વડગામમાં 04 અને વાવમાં 21 કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...