તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:જિલ્લામાં 7500 ટન મગફળીના બિયારણની જરૂરિયાત, બીજ નિગમે વિતરણ શરૂ કર્યું

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત 37 - 20ના બિયારણમાં સબસિડી ન અપાતાં ખેડૂતોમાં રોષ

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા ચોમાસાની સિઝનનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં સૌથી વધારે મગફળીનું વાવેતર થશે. જિલ્લામાં 7500 ટન મગફળીના દાણાના બિયારણની જરૂરીયાત રહે છે. જે પુરી પાડવા માટે બીજ નિગમ દ્વારા જિલ્લામાં વિતરણ કરવામાં આવ્યું છે. જોકે, સૌથી વધુ વપરાતા ગુજરાત 37 અને 20 પ્રકારના બિયારણમાં સબસીડી ન અપાતા ખેડૂતોમાં રોષ ઉદ્દભવવા પામ્યો છે.

20 જૂન સુધીમાં મોસમનો પ્રથમ વરસાદ થઇ જતો હોઇ તે પછી વાવેતર કરતાં હોય છે. આવી સ્થિતિમાં જિલ્લામાં મગફળીના વાવેતર માટે 7500 ટન દાણાના બિયારણની જરૂરીયાત ઉભી થઇ છે. જે પુરી કરવા માટે બિજ નિગમ દ્વારા બિયારણનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

સબસીડી આપવા કૃષિ મંત્રીને રજૂઆત કરાઈ
સૌથી વધુ ગુજરાત 37 અને 20 નંબરની મગફળીનું બિયારણ વપરાય છે. જોકે, સરકાર દ્વારા આ બિયારણ ઉપર સબસીડી આપવામાં આવી નથી. જેથી ખેડૂતોમાં રોષ ઉદ્દભવવા પામ્યો છે. માટે વાવેતર કરવામાં આવે તે પહેલા સબસીડી આપવામાં આવે તેમજ પુરતા પ્રમાણમાં બિયારણ મળી રહે તે માટે આયોજન કરવા માટે કૃષીમંત્રી આર. સી. ફળદુને રજૂઆત કરી છે.ગીરીશભાઇ જગાણીયા (ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોર્ચા અગ્રણી)

110 ગાડી મગફળીનું બિયારણ વિતરણ કરાયું
બનાસકાંઠા જિલ્લામાં બિયારણ માટે આખી મગફળી તેમજ મગફળીના દાણા ખેડૂતોને પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે અત્યાર સુધીમાં 110 ગાડી જેમાં 66 ગાડી દાણા અને 44 ગાડી આખી મગફળીનું બિયારણ વિતરણ કર્યુ છે.વિનાબેન દેસાઇ (અધિકારી, બીજ નિગમ, બનાસકાંઠા)

કૃષિ યુનિ.એ અન્ય બીજ પર પ્રોસેેસ કરવી જોઇએ
બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી આવેલી છે. જ્યાં માત્ર ને માત્ર એરંડાના બિયારણ ઉપર જ પ્રોસેસ કરવામાં આવી રહી છે. આટલી મોટી યુનિવર્સિટી દ્વારા મગફળી, મકાઇ સહિતના બિયારણ ઉપર પણ રિસર્ચ કરવામાં આવે તે જરૂરી છે. પચાંણભાઇ ધૂળીયા (ખેડુત, વડગામ)

અન્ય સમાચારો પણ છે...