તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુત્રએ જ પિતાની હત્યા કરી:કાંકરેજની ખરીયા નદીના પટમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો

પાલનપુરએક મહિનો પહેલા
  • હત્યારા પુત્રને ઝડપી લેવા પોલીસે ટીમો બનાવી શોધખોળ શરૂ કરી
  • પોલીસે જુદી જુદી ટીમો બનાવી ફરાર હત્યારા પુત્રને શોધવા ચક્રોગતિમાન કર્યા
  • કાંકરેજના ખારીયા ગામે નદીના પટમાં દાટેલા મૃતદેહનો થરા પોલીસે ભેદ ઉકેલ્યો

બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત ઘટનાઓના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લાના થરા પોલીસને 11 ઓગસ્ટના રોજ ખારીયા ગામના સોમપુરી ગૌસ્વામીની લાશ હત્યા કરેલી હાલતમાં કાંકરેજના ખરીયા નદીના પટમાંથી મળી હતી જે અંગે પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં સગા પુત્રે જ પિતાની હત્યા કરી હોવાનું સામે આવતાં સમગ્ર પંથકમાં ફળભળાટ મચી ગયો છે.

પોલીસે હત્યાનું રહસ્ય બહાર લાવવા માટે બનાસકાંઠા એલસીબી ટીમ અને એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતકના પેનલ પીએમ બાદ સોમપુરી ગૌસ્વામીને ગળાના ભાગે બ્લેડ વડે ઇજા કરી બેરહેમી પૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે શંકાસ્પદ લોકોની પૂછ પરછ કરી હતી.

હત્યાબાદ એકાએક પોલીસે સ્થળ પરથી મૃતકના પુત્રનું બાઇક પણ મળી આવતા પોલીસે તેના પુત્ર વિશે તપાસ કરતા પુત્ર પણ ગુમ હોવાનું બહાર આવતા પોલીસે તેના પુત્ર પર શંકા ગઈ હતી. જેમાં મૃતકના પરિવારજનોને આ અંગે પૂછતાજ કરતા મૃતકના પુત્રે જ પિતાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં પોલીસે હત્યારા પુત્રની શોધખોળ હાથધરી છે.

મૃતક સોમપુરી
મૃતક સોમપુરી

ફરિયાદમાં અજાણ્યા શખ્સો મોડી રાત્રે લઇ ગયાનું જણાવાયું
મૃતકની પત્નિએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં 18 ઓગષ્ટની રાત્રે 1.30 કલાકે અજાણ્યા શખ્સે ઘરનો દરવાજો ખખડાવી સોમપુરી નામની બુમ પાડી બોલાવી સાથે લઇ ગયા હતા. તે વખતે પુત્ર મહેશે સાથે જવાનું કહ્યું હતુ.પરંતુ અજાણ્યા શખ્સોએ સાથે આવવાની ના પાડી હતી.

પુત્ર બીજા દિવસે બાઇક લઇને શોધવા નીકળ્યો
ફરિયાદમાં જણાવ્યા મુજબ સોમપુરીને અજાણ્યા શખ્સો લઇ ગયા પછી બીજા દિવસે પુત્ર મહેશ તેમના સ્ટુડિયોનું કામ પતાવી બપોરે ઘરે આવ્યો હતો. અને પિતા મળતા ન હોઇ સગાવ્હાલાઓમાં શોધવા જાઉં છુ તેમ કહીં બાઇક લઇને નીકળ્યો હતો.

ઘટનાસ્થળેથી મહેશનું બાઇક મળી આવતાં શંકા ઘેરી બની
બનાસ નદીમાં જે સ્થળેથી સોમપુરી ગૌસ્વામીની લાશ મળી હતી.તે સ્થળેથી મહેશનું બાઇક મળી આવતાં પોલીસની શંકા ઘેરી બની હતી. જે પછી તપાસ કરતાં નક્કર માહિતી મળી હતી. જેમાં મહેશે જ તેના પિતાની હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...