તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્ણય:પાલનપુર નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલો વિવાદિત સૂચિત વિકાસ નકશો આખરે રદ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવેસરથી એકડો ધૂંટવો પડશે, નકશા પાછળ કરાયેલું લાખોનું આંધણ પાણીમાં ગયું
  • વિકાસ નક્શામાં અનેક ક્ષતિઓ તેમજ ગેરરીતિઓને લઈ વિવાદ ઉઠવા પામ્યો હતો, નક્શાની મુદત વધારાની પાલિકાની માંગને ગાંધીનગર વિકાસ કમિશ્નરે નકારી કાઢીને વિકાસ નકશો પરત મોકલ્યો

પાલનપુર નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલો વિવાદિત સૂચિત વિકાસ નકશો આખરે રદ થવા પામ્યો છે. વિકાસ નકશામાં અનેક ક્ષતિઓ તેમજ ગેરરીતિઓને લઈ વિવાદ ઉઠવા પામ્યો હતો. જે વચ્ચે નક્શાની મુદત વધારો કરવાની પાલિકાની માંગને ગાંધીનગર વિકાસ કમિશ્નરે નકારી કાઢીને વિકાસ નકશો પરત મોકલતા હવે નવેસરથી એકડો ઘૂંટવો પડે એવી સ્થતિનું નિર્માણ થયું છે. અત્યાર સુધી નકશા પાછળ કરાયેલું લાખોનું આંધણ પણ પાણીમાં ગયું છે.

પાલનપુર નગરપાલિકાના જુના 2004ના વિકાસ નકશાની મુદત પૂર્ણ થતાં પાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયના અંતે સૂચિત નવીન વિકાસ નકશો તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, કેટલાક વિસ્તારોનો સમાવેશ- બાદબાકી માટે લોકો પાસેથી નાણાંની ઉઘરાણીતિઓના આક્ષેપ તેમજ ક્ષતિઓને લઈ વિવાદ ઉઠવા પામ્યો હતો. આવી સ્થિતિમાં નકાશાની મુદત વધારો કરવાની પાલિકાની માંગને ગાંધીનગર વિકાસ કમિશ્નરે નકારી કાઢીને પાલિકા દ્વારા અધિનિયમ 1976ની જોગવાઈ હેઠળ વધારેલ હદને વિકાસ વિસ્તાર જાહેર ન થયેલ હોવા છતાં વધારેલ હદ સહિતની પુનરાવરતીત વિકાસ યોજના અંતર્ગત સામેલ કરવામાં આવતાં નકશો પરત મોકલતા હવે નવેસરથી એકડો ઘૂંટવો પડે એવી સ્થતિનું નિર્માણ થયું છે. અત્યાર સુધી નકશા પાછળ કરાયેલું લાખોનું આંધણ પણ પાણીમાં ગયું છે.

નવેસરથી નકશો બનતાં 12 માસ થઈ જશે
આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસરનો સંપર્ક કરતાં તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું. તો ટી.પી.ના જવાબદારોએ ટિપ્પણી કરવાની ના પાડી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, નવેસરથી નકશો બનતાં 12 માસ થઈ જશે.

નકશો રદ થવા પાછળના આ આક્ષેપો પણ ઉઠ્યા હતા
પાલિકાના શાસકો દ્વારા નવીન સૂચિત વિકાસ નકશો તૈયાર કરી મજૂરી અર્થે મુકાયો હતો. જોકે, તેમાં અનેક નફાવે તેમ નિયમ વગર જમીનોને ગ્રીનબેલ્ટમાં મૂકી હોય તેમજ શહેરના ડી પી રોડ નું પણ બારોબાર ગોઠવણ કરાઈ હોઈ તેમજ વિકાસ નકશાને લઈ લોકોના વાંધા સૂચનો સાંભળવામાં આવ્યા ન હોવાની વ્યાપક બૂમરાડો, શહેરના ગણેશપુરા થી રતનપુર અને લાલવાડા જતા રોડ પર જુના સર્વે ની જમીનો ને ગ્રીન બેલ્ટ માં સમાવેશ કરી અહીં અક્ષર બંગ્લોઝ,માતેશ્વરી અને શિવધામ જેવી સોસાયટીઓ ને બાંધકામ ની મંજૂરી સહિતના કારણો જવાબદાર ગણાવી શકાય

આવનારા 25 વર્ષને મધ્ય નજર રાખી નવો નકશો બનાવો
પાલનપુર પાલિકાના વિપક્ષના આશાબેન રાવલે જણાવ્યું કે વિકાસ કમિશ્નરે નકશો નકારી કાઢી પાલનપુરવાસીને ન્યાય અપાવ્યો છે. હવે સત્તધીશોએ આવનારા 25 વર્ષને મધ્ય નજર રાખી નવો નકશો બનાવવો જોઈએ. તેમજ વર્તમાન નકશો બનાવવામાં ગેરરીતિઓ આચરનાર કોઈ પણ ચમરબંધીને ન છોડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો