આક્રોશ:ધાનેરા કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારીના અને પેટ્રોલ ડીઝલના ભાવવધારાને લઇને વિરોધ કાર્યક્રમ યોજાયો

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 25 થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી

ધાનેરા કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારીના અને પેટ્રોલ ડીઝલના ભાવવધારાને લઇને વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસે 25 થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી છે. જેમાં સરકાર જો હુકમી કરી લોકશાહીનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી હોવાના કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કર્યા હતા.

આજે તાલુકા મથકોએ વિરોધ નોંધાવવામાં આવ્યો

દેશ ભરમાં દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવને લઇને જનતા પરેશાન છે. અને જનતાની પરેશાનીને લઈને કોંગ્રેસ દ્વારા ગઇકાલે જિલ્લા ખાતે વિરોધ કરાયો હતો. ત્યારે આજે તાલુકા મથકોએ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

અટકાયત બાદ કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો

ધાનેરામાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલપંપ ખાતે મોંઘવારીનો વિરોધ કાર્યક્રમ આપ્યો હતો. જોકે કાર્યક્રમ કરે એ પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત 25 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે અટકાયત બાદ કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિરોધ કરવા જતાં પોલીસે અટકાયત કરી લેતા કોંગ્રેસ કાર્યકરોએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. સરકાર જો હુકમી કરી લોકશાહીનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી હોવાના કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...