બનાસકાંઠા જિલ્લાની દીકરીઓ હવે તલવાર બાજી, લાકડી તેમજ કરાટે દ્વારા પોતાનું સ્વ રક્ષણ મેળવે તે માટે પાલનપુરના એક ગામડાની મહિલાએ પાલનપુર સહિત જિલ્લામાં નિઃશુલ્ક તાલીમ શરૂ કરી જેમાં 100થી વધુ દીકરીઓ જોડાઈ હતી.
પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામની અને હાલમાં ભટામલ અને આકેડી ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતી હિરલબેન ચૌધરીને એક વિચાર આવ્યો કે,દેશમાં દીકરીઓ પર અવારનવાર બળાત્કાર તેમજ દુસ્કર્મની ઘટનાઓ રોજિંદા સામે આવતી હોય છે જેને લઈ બનાસકાંઠા જિલ્લાની દીકરીઓ પોતાનું સ્વ રક્ષણ મેળવે તે માટે ટાકરવાડા ગામે તલવાર બાજી તેમજ કરાટે શીખવાડવાની શરૂઆત કરી હતી.
જે બાદ હવે પાલનપુરના શિવનગર સોસાયટીમાં નિઃશુલ્ક સેવા શરૂ દીધી છે.જે બાદ હવે જિલ્લાના અન્ય તાલુકામાં પણ નિઃશુલ્ક સેવા આપવામાં આવશે.તાલીમમાં નરેશ પ્રજાપતિ નામના કોચ તમામ દીકરીઓને કરાટે શીખવાડી રહ્યા છે.
આ જગ્યાએ દીકરીઓને તાલીમ અપાય છે
ટાકરવાડા ગામની હિરલ ચૌધરીએ જણાવ્યું કે ટાકરવાડા, પાલનપુર શિવનગર, સિલ્વર બેલ્સ સ્કૂલ, ધાણધા, રાજારામ ગુરુકુળ, વડગામ સહીત અન્ય તાલુકામાં પણ દીકરીઓને તલવાર બાજી, કરાટે, લાકડી સહિત અન્ય તાલીમ આપવામાં આવે છે.
તાલીમમાં ઝુંપડપટ્ટીની દીકરીઓ આવે છે
પાલનપુર શિવનગર સોસાયટીમાં ચાલતી નિઃશુલ્ક સોસાયટીમાં આસપાસની ઝુપડપટ્ટીની દીકરીઓ તાલીમ આવે છે અને ખુબ સારી રીતે તાલીમ મેળવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.