તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફળતાનું આકાશ આંબવાની લગન:જે સપનું પિતા સાકાર કરી શક્યા નહીં એ દીકરીએ કરીને બતાવ્યું

બનાસકાંઠા2 મહિનો પહેલાલેખક:  મુકેશ ઠાકોર
 • કૉપી લિંક
અનિતા રાણાની તસવીર - Divya Bhaskar
અનિતા રાણાની તસવીર

‘પિતાજી આર્થિક પરિસ્થિતિના કારણે ગાયન કલાકાર બની શક્યા ન હતા. એમનું સ્વપ્નું પૂરું કરવા હું અને નાનો ભાઈ મહેનત કરી રહ્યા હતા.ત્યારે જ ભાઈનું અકસ્માતમાં નિધન થયું હતું. મેં મનમાં દ્રઢ નિર્ધાર કર્યો કે મારે પિતા અને સ્વર્ગસ્થ ભાઈનું અધુરું સપનું પૂરું કરવું છે.’ આ શબ્દો ઉત્તર ગુજરાતમાં લોકપ્રિય ગાયક કલાકાર તરીકે નામના મેળવનાર અનિતા રાણાના છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના નાનકડા ચેખલા ગામના આદિવાસી પરિવારની અનિતાએ ગાયક બનવાનું પિતાનું સપનુ સાકાર કર્યું છે.

અનિતાબેને જણાવ્યું હતું કે, પિતાજીના સંગીત પ્રત્યેના શોખે મને નાનપણથી જ સંગીત કલાકાર બનવા માટે પ્રેરી હતી. દરમિયાન દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં સેવક તરીકે નોકરીએ લાગ્યા પછી પોતાનું સ્વપ્ન પુરુ કરવા માટે મને અને નાના ભાઈ અજયને સંગીત ક્ષેત્રે આગળ વધારવા માટે મોકલ્યા હતા. મેં મ્યુઝિક બી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ગરબાના 25 થી 30 આલ્બમ તૈયાર કર્યા છે.

હવે પોતાના સ્ટુડિયોનું સપનું
અનિતાએ કહ્યું હતું કે નાનામાં નાના ગામનું નાનામાં નાનું બાળક મારા ગીતો પસંદ કરે છે એનો આનંદ છે. મારો પોતાનો રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવવાનું સ્વપ્ન છે. જેના થકી ગરીબ પરિવારની દીકરીને મદદ કરી શકાય. અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ કે ગૌશાળાના દાન માટે અનિતાહેન વિનામૂલ્યે કાર્યક્રમ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો