ફરિયાદ:દિયોદરમાં 45 દિવસ બાદ અનાજનો ગેરકાયદે સંગ્રહ કરવાનો ગુનો નોંધાયો

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીસાના ભરત ઠક્કર વિરુદ્ધ મામલતદારએ ફરિયાદ નોંધાવી
  • ઘઉંના 318 અને ચોખાના 378 કટ્ટાનો સંગ્રહ કર્યો હતો

દિયોદર જીઆઇડીસીમાં ભાડાનું ગોડાઉન રાખી ગેરકાયદેસર અનાજનો સંગ્રહ કરનાર ડીસાના ભરત ઠકકર સામે 45 દિવસ બાદ મામલતદારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 45 દિવસ અગાઉ 15 નવેમ્બરે પુરવઠા નાયબ મામલતદાર પ્રહલાદજી રૂસાજી ઠાકોરના મોબાઇલ ૫૨ દિયોદરમાં GIDCના પ્લોટ નં . 50માં બિનઅધિકૃત ઘઉંનો જથ્થો અને ટ્રક પડેલ હોવાની બાતમી મળી હતી. જેમાં તપાસ કરતાં અનધિકૃત રીતે સંગ્રહ કરેલ રૂ . 3,97,500ની કિંમતના ઘઉંના 318 કટ્ટા તથા રૂ . 4,91,400ની કિંમતના ચોખાના 378 કટ્ટા તથા એક ટ્રક નં . GJ - 02 - Z - 0081 રૂ 1.50 લાખ મળી કુલ રૂ .10,38,990 નો મુદ્દામાલ પંચનામું કરી 16 નવે.ના રોજ સીઝ કરવામાં આવ્યો હતો. 3

જે બાબતે સંગ્રહ કરનાર વ્યક્તિને તેના બિલો રજુ કરવા જણાવવામાં આવ્યુ હતુ.જેથી તેને રજુ કરેલા જરૂરી દસ્તાવેજમાં વિસંગતા જણાતા મામલતદાર વિધિબેન રજનીકાંત પટેલે દિયોદર પોલીસ સ્ટેશનમાં ભરતકુમાર રામગોપાલ ઠક્કર-રહે વસુધરા સોસાયટી,ડીસા સામે 45 દિવસ બાદ ફરિયાદ દાખલ કરાવી હતી.

આ 6 વિસંગતતાઓ ધ્યાને આવી
1. ઘઉં અને ચોખાના અલગ અલગ સ્ટોક પત્રક રજૂ કરવામાં આવ્યા જે સળંગ નિભાવ્યા નહોતા,
2.વિપુલકુમાર એન્ડ.કુ.ડીસા અને ભૈરવ એન્ટેપ્રાઇઝના તમામ બિલો બાકીમાં બનેલ છે અને ડિલિવરી માટેના વાહનો દર્શાવેલ નથી
3.બાલાજી કો.તલોદ દ્વારા ઈશ્યુ કરાયેલ બીલો પૈકી બીલ નં.2611માં દર્શાવેલ ડિલિવરી વાહનો ઓનલાઈન ચકાસતા બીલ મુજબ ડિલિવરી માની શકાય તેમ નથી
4.ભરતકુમારે રજૂ કરેલ ઘઉંનો જથ્થો અમદાવાદ દેત્રોજથી નીકળેલ છે.
5.બારદાનના કટ્ટામાં હસ્ત લેખિત બીલમાં ચેકચાક કરવામાં આવેલ છે
સમગ્ર બિલ ખાલી જોવા મળ્યું હતું.
6.નિવેદનોમાં વિરોધાભાસ: ભરતે ગોડાઉનનું ભાડું ઉંચુ હોવાથી તે ખાલી દિયોદરના ગોડાઉનમાં માલ લાવ્યો હોવાનું જણાવ્યું જ્યારે ટ્રક માલીક સાહિલ ઠક્કરે દિયોદરથી માલ ભરીને ગાડી ગાંધીધામ જવાની હતી એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...