તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં બનાસકાંઠાની ચેકપોસ્ટ પર શંકાસ્પદ લોકોના કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.જેમાં ગુંદરી ચેકપોસ્ટ પર 18 જણાના સેમ્પલ જ્યારે અમીરગઢની ચેકપોસ્ટ પર 8 જણાના સેમ્પલ લેવાયા,તમામ નેગેટિવ આવતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ ફેન્સી એ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે "બનાસકાંઠા જિલ્લામાં વધતા સંક્રમણને અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જે મુજબ રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશી અમીરગઢ અને ગુંદરી ચેકપોસ્ટ પર આરોગ્યની ટીમો ગોઠવવામાં આવી છે જેઓ થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરે છે જેનું ટેમ્પરેચર કે લક્ષણો શંકાસ્પદ હોય તેમના એન્ટીજન રેપિડ કીટ દ્વારા સ્થળ પર જ સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગુંદરી ચેકપોસ્ટ પર 18 જણાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે અમીરગઢ ચેકપોસ્ટ પર 8 જણાના સેમ્પલ લેવાયા હતા આમ લેવાયેલા તમામ 26 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા." બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગને ખાસ તકેદારી રાખવા આ અંગેની સૂચના આપવામાં આવી છે.
છાપીના વૃદ્ધનુ મહેસાણામાં મોત
વડગામના છાપીગામના 70 વર્ષના રાજેન્દ્રભાઇની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર માટે મહેસાણા ખસેડાયા હતા.જ્યા મંગળવારે તેમનુ મોત થયુ હતુ.
પાલનપુરની હોટલોમાં તપાસ કરાઈ
પાલનપુર મામલતદાર સહિત કચેરીનો સ્ટાફ હાઈવે ઉપરની હોટલો અને શહેરમાં વિવિધ સ્થળોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીગ જાળવવા અંગે તપાસ કરી હતી અને લોકોને માસ્ક બાબતે સૂચનાઓ આપી હતી.
પાલનપુર અને ડીસામાં માસ્ક ન પહેરનાર પર CCTVનજર રાખશે
હવે માસ્ક વગર નજરે પડનારને cctv દ્વારા 1000 દંડ અને 188 મુજબ કાર્યવાહી થશે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા લોક જાગૃતિ માટે 5 રથ શરૂ કરાયા છે. જે કોરોનાની જાગૃતિ વિશે લોકોને સમજ આપશે. આજે રથને પ્રસ્થાન કરાવ્યું છે. જે ભીડ વાળી જગ્યાએ રથ સતત પેટ્રોલિંગ કરશે. - તરુણ દુગગલ (એસપી બનાસકાંઠા)
હવે ઘરઆંગણે ટેસ્ટ - પાલનપુરના મોરિયામાં એક કરોડના ખર્ચે કોવિડ લેબ તૈયાર કરાઈ
જિલ્લામાં કોરોનાના ટેસ્ટ લેબને મંજૂરી મળતાં જિલ્લાવાસીઓને હવે ધારપુર કે અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે.પાલનપુર તાલુકાના મોરિયા સ્થિત 1 કરોડના ખર્ચે કોવિડ લેબ બનાવવામાં આવી છે.પાલનપુર તાલુકાના મોરિયા સ્થિત 1 કરોડના ખર્ચે કોવિડ લેબની સુવિધા ઊભી કરવામાં આવી છે.ડૉ. મનીષ ફેન્સી (જીલ્લા આરોગ્ય અધિકારી, બનાસકાંઠા)એ જણાવ્યું હતું કે " કોરોનાના RTPCR લેબ ટેસ્ટિંગ માટે પહેલા ધારપુર તેમજ અમદાવાદની ટેસ્ટિંગ લેબ પર બનાસકાંઠા જિલ્લાએ આધાર રાખવો પડતો હતું. પરંતુ હવે બનાસ મેડીકલ કોલેજ ખાતે જ ટેસ્ટિંગ લેબ શરૂ થઈ ગઈ છે. જેથી ટેસ્ટિંગ ની પ્રક્રિયા ઝડપી બની છે. આ RTPCR લેબના પરિણામે રિપોર્ટ ઝડપી મળશે. જેનો સીધો ફાયદો કોરોના સંક્રમિત લોકોની થશે.
કોરોના કહેર યથાવત - બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ 56 પોઝિટિવ કેસ નોંધાયા
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ગંભીર હદે વધી રહ્યું છે. જ્યાં મંગળવારે વધુ 56 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યાં પાલનપુરના મોરિયા સ્થિત બનાસ મેડીકલ કોલેજમાં પ્રથમ વખત આર. ટી. પી. સી. એલ સેમ્પલ લેવાયા હતા.મંગળવારે વધુ 56 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાલનપુરમાં 2, દાંતા 3,વડગામ 1, લાખણી 8, દાંતીવાડા 1, કાંકરેજ 7, દિયોદર 5, થરાદ 1, ભાભર 2 મળી કુલ એન્ટીજન રિપોર્ટ 39 પોઝિટિવ આવ્યા હતા. જ્યારે પાલનપુરના મોરિયા સ્થિત બનાસ મેડીકલ કોલેજમાં પ્રથમ વખત આર. ટી. પી. સી. એલ સેમ્પલ લેવાયા હતા. જેમાં 17 રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 56 નોંધાઇ હતી.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.