તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ:કોંગ્રેસ પણ ભાજપના રસ્તે સુવિધાઓ માટે પાલનપુરમાં કોંગ્રેસે ધરણાં યોજ્યા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરી

ભાજપે પશ્ચિમ બંગાળમાં ભાજપ કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં ધરણાં કરતા પ્રજામાં આક્રોશ જોવા મળ્યો હતો.કોરોના કહેર વચ્ચે આવા ધરણાં યોજી બંને પક્ષો ખોટું કરી રહ્યા છે. ત્યારે પાલનપુરમાં શનિવારે કોંગ્રેસના કાર્યકરોએ જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શન તેમજ ઓક્સિજન સહિતની સુવિધાઓ પુરી પાડવા અને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસે શનિવારે પાલનપુર ગુરુનાનક ચોકમાં ધરણાં પ્રદર્શન યોજ્યા હતા.

જોકે પોલીસે જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે, ‘વ્યવસ્થાનો અભાવ થયો છે. મૂળભૂત આરોગ્યલક્ષી સેવાઓ માટે અમે સરકારને જાગૃત કરવા તેમજ સરકાર એમના કાન ઉઘાડે અને ઊંઘમાંથી ઉઠે એના માટે અમે આવ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...