વિરોધ:પેપર લીકમાં અસિત વોરાને હટાવવાની માંગ લઈને કોંગી નેતા ધરણાં પર ઉતર્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેકટર કચેરી બહાર પથિકાશ્રમ પાસે કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરતાં જ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. - Divya Bhaskar
કલેકટર કચેરી બહાર પથિકાશ્રમ પાસે કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરતાં જ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.
  • પાલનપુરમાં કાર્યકરો ધરણાં પર ઉતર્યાની 12 મિનિટમાં જ પોલીસે ઉપાડી ગઈ

ગુજરાતમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાથી ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને પદ પરથી દૂર કરવાની માંગ લઈને કોંગી નેતાઓ પાલનપુરમાં સોમવારે બપોરે એક વાગ્યે ધરણા પર ઉતર્યા હતા. હાથોમાં બેનર પ્લેકાર્ડ લઈને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યાની 12મી મિનિટે જ પશ્ચિમ પોલીસનો સ્ટાફ ત્યાં આવી પહોંચ્યો હતો અને તમામ કોંગી નેતાઓને ઉઠાડી બળજબરીથી પોલીસ વાનમાં બેસાડવાની કોશિષ કરતા મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો.

કેટલાક હોદ્દેદારો પોલીસથી છટકી આગળ ખસી ગયા હતા દરમિયાન સ્થાનિક નેતાઓએ આવેદનપત્ર તો પાઠવવાદો તેમ કહેતા પોલીસ કૂણી પડી હતી. જે બાદ સૂત્રોચાર પોકારતા પોકારતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી, જિલ્લા પંચાયત સદસ્ય રવિરાજ ગઢવી વિપક્ષી નેતા અંકિતા ઠાકોર સહિત નગર સેવકોએ કલેકટર આનંદ પટેલની ચેમ્બરમાં જઇ સમગ્ર મામલાથી વાકેફ કરાવી આવેદનપત્ર પાઠવ્યું હતું. અને આ વાત સરકારમાં પહોંચાડવા માગ કરી હતી.

કલેકટરને આવેદનપત્ર આપીને પરત આવતા જ પશ્ચિમ પોલીસના પી.આઈ એસ.એ.ડાભીએ જિલ્લા પ્રમુખ સહિત 3ની અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી દીધા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ જણાવ્યું હતું કે "પરીક્ષા પેપર લીક કાંડ મામલે આ સરકાર દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરે અને ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ ને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવામાં આવે. "

અન્ય સમાચારો પણ છે...