ધરપકડ:હડાદના મોટા બામોદ્રામાં દવાખાનું ખોલી તબીબ બનેલો કમ્પાઉન્ડર ઝડપાયો

પાલનપુર/અંબાજી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે એલોપેથિક દવા અને ઇન્જેક્શન સહિત 38,629નો મુદ્દામાલ કબ્જે કર્યો

દાંતા તાલુકાના બામોદ્રા ગામેથી પોલીસે એક બોગસ તબીબને ઝડપી લીધો હતો. જેની પાસેથી એલોપેથિક દવા અને ઇન્જેક્શન સહિત કુલ કી.38,629 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. હડાદમાંથી ઝડપાયેલો શખ્સ અગાઉ ગામમાં જ ડોક્ટર પાસે કમ્પાઉન્ડર હતો. જે ત્યાંથી છૂટો થઈ પોતાનું ક્લિનિક ચાલુ કરી પ્રેક્ટિસ કરતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.દાંતા તાલુકાના હડાદના પી એસ આઈ.આર.એમ.કોટવાલને શુક્રવારે બાતમી મળી કે બોમોદ્રા ગામે બોગસ તબીબ શક્તિસિંહ મનહરસિંહ વાઘેલા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે.

જેને ઝડપી પાડી તેની પાસેથી એલોપેથિક દવા અને ઇન્જેક્શન સહિત કુલ કી.38,629નો મુદ્દામાલ પોલીસે કબ્જો લઈ ઘી ગુજરાત મેડીકલ પ્રેક્ટિનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ગઢ, દાંતા, વાવ, કાંકરેજ, માવસરી, ડીસા, ભાભર, વડગામ અને દિયોદર એમ મળી એક સપ્તાહમાં 15 જેટલા બોગસ તબીબો ઝડપાયા હતા. તેમની પાસેથી ઇન્જેક્શન, એલોપેથિક દવાઓ અને સ્ટેથોસ્કોપ મશીન કબ્જે લેવામાં આવ્યા હતા.

બ.કા.માં 1 સપ્તાહમાં ઝડપાયેલા બોગસ તબીબો
વાવના ચુવા ગામેથી બોગસ તબીબ દસરથભાઈ ગૌસ્વામી, માવસરીના બાલુત્રીના રમેશભાઈ સાધુ, વાવના અસારાથી મહીપાલસિંહ ચૌહાણ, કાંકરેજના શિયાથી દિનેશભાઈ પાનાભાઈ શ્રીમાળી, કાંકરેજના રાનેરથી નથુજી હીરાજી રાઠોડ, ડિસાના નવા નેસડાના ભરતભાઈ રતિલાલ ઠક્કર, ભાભરના ભીમ બોરડીના વિનોદજી મગનજી ઠાકોર, દિયોદરના સણાવના રમેશભાઈ રાઠોડ, વડગામ ઘોડીયાલના ભીખાભાઇ રાવળ, ગઢના સાસમના અમરતભાઇ દલસુખભાઈ કાંકરેચા, હરેશસિંહ જવાનજી રાજપૂત,વડગામના રજોસણાના તસુફભાઇ અયુબભાઇ મોકણોજીયા, હડાદના દાંતા રોડના અમૃતભાઈ રેમાભાઈ રોઈશાને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...