આયોજન:PMના કાર્યક્રમને અનુલક્ષી દિયોદરમાં બનાસ ડેરી સંકુલનું સહકાર મંત્રીએ નિરીક્ષણ કર્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન (FM 90.4) નું આગામીમંગળવારના રોજ સવારે 9.30 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ અને વિશાળ મહિલા સંમેલન યોજાનાર છે.

આ કાર્યક્રમને અનુલક્ષી સહકાર, કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને વન પર્યાવરણ રાજ્ય મંત્રીજગદીશભાઇ વિશ્વકર્માએ દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં વિવિધ પ્લાન્ટનું જાત નિરીક્ષણ કર્યુ હતુ. સહકાર મંત્રીએ બનાસ ડેરીના એમ.ડી. સંગ્રામસિંહ ચૌધરી સાથે સ્થળ મુલાકાત કરીને કાર્યક્રમની તૈયારીઓ તથા કરવામાં આવેલ વ્યવસ્થા અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...